અંકલેશ્વરના માર્ગો બન્યા બિસ્માર
મહાવીર ટર્નિંગ નજીકનો માર્ગ બિસ્માર બન્યો
ONGC બ્રિજને જોડે છે માર્ગ
વાહનચાલકોને ભારે હાલાકી
માર્ગના તાત્કાલિક સમારકામની માંગ
અંકલેશ્વરના મહાવીર ટર્નિંગથી ઑ.એન.જી.સી.ને જોડતા ઓવર બ્રિજ સુધીનો માર્ગ અતિ બિસ્માર બનતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. અંકલેશ્વર પંથકમાં સતત વરસાદી વાતાવરણ વચ્ચે અનેક માર્ગો બિસ્માર બન્યા છે.ત્યારે અંકલેશ્વરના મહાવીર ટર્નિંગથી ઑ.એન.જી.સી.ને જોડતા ઓવર બ્રિજ સુધીનો માર્ગ અતિ બિસ્માર બનતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે.
ખાડોને પગલે કમર દુખાવા સહિતની પીડાઓ ઉદભવી રહી હોવાની બુમરાણ પણ ઉઠવા પામી છે.ત્યારે ચોમાસા પહેલા જ ખાડા પુરી રોડ પર કાર્પેટિંગ કરવામાં આવ્યું હતું.પરંતુ ફરી આ માર્ગ બિસ્માર બનતા ટ્રાફિકજામની સમસ્યા ઉદભવી છે.રોડની બાજુમાં પણ ખુલ્લી ગટરો હોય જેમાં વાહન ચાલકો ખાડા ટાળવા જતા તેમાં ખાબકી રહ્યા હોવાની પણ બૂમો ઉઠી છે.તેવામાં તંત્ર આ ખાડાઓનું પુરાણ કરાવે તે અત્યંત જરૂરી છે.