New Update
અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ગામની પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં રાજ્ય કક્ષાની સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીની અને તેને માર્ગદર્શન પૂરું પાડનાર શિક્ષિકાનું સન્માન કરાયું
અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ગામની પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં એડિશનલ ચીફ સેક્રેટરી ટુ ચીફ મિનિસ્ટર પંકજ જોશીની ઉપસ્થિતિમાં શાળામાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો જ્યારે એન.એમ.એમ.એસ.,જ્ઞાનસેતુ ,જ્ઞાનસાધના જેવી બાહ્ય પરીક્ષાના મેરીટમાં આવનાર બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે રાજ્યકક્ષાના ખેલમહાકુંભમાં નિશા વસાવા અને જિલ્લા કક્ષાની ઓપન વિભાગમાં ચક્રફેકમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર શિક્ષિકા હેતલ પટેલનું આઈ.એ.એસ પંકજ જોશી દ્વારા સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યુ હતું આ કાર્યક્રમમાં ગામના આગેવાનો અને વાલીઓ તેમજ એસ.એમ.સી.ના સભ્યો સહિત શાળાપરિવાર ઉપસ્થિત રહ્યો હતો