અંકલેશ્વર: હાંસોટ રોડ પર આવેલ તુલસી વિલા સોસા.ના મકાનમાં ચોરીનો બનાવ

તુલસી વિલા સોસાયટીમાં તસ્કરો ત્રાટકયા હતા અને એક મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા મકાનમાલિક દ્વારા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

New Update
અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલી છે સોસાયટી
તુલસી વીલા સોસાયટીમાં તસ્કરો ત્રાટકયા
મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી
પરિવાર ઉપરના માળે સૂતો હતો
મકાનમાલિક દ્વારા પોલીસને જાણ કરાય
અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ તુલસી વિલા સોસાયટીમાં તસ્કરો ત્રાટકયા હતા અને એક મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ તુલસી વિલા સોસાયટીમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે.
તુલસી વિલા સોસાયટીમાં રહેતા દિવેન પ્રજાપતિ તેમના પરિવાર સાથે ઉપરના માળે સુતા હતા તે દરમિયાન નીચેના ભાગે તસ્કરો પાછળથી બારી ખોલી મકાનમાં પ્રવેશ્યા હતા અને અંદરથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.આ અંગેની જાણ થતાની સાથે જ મકાન માલિક અને પાડોશીઓ દોડી આવ્યા હતા. મકાનમાલિક દ્વારા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories