અંકલેશ્વર : પાનોલી GIDCમાં 2 કારના કાચ તોડી ગઠિયાઓનો હાથફેરો, રૂ. 3.98 લાખના મુદ્દામાલની ચોરી થતાં ચકચાર

2 અલગ અલગ કંપની સામે પાર્ક કરેલ કારના કાચ તોડી રોકડા અને લેપટોપ સહિતની કીમતી વસ્તુઓ મળી કુલ રૂ. 3.98 લાખના મુદ્દામાલની ચોરીની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી

New Update

પાનોલી GIDCમાં 2 અલગ અલગ કંપની નજીકનો બનાવ

કંપની સામે પાર્ક કરેલ કારમાંથી રોકડ-મુદ્દામાલની ઉઠાંતરી

કારના કાચ તોડી રોકડાલેપટોપ સહિતના મુદ્દામાલની ચોરી

ધોળે દહાડે અજાણ્યા તસ્કરો ચોરીને અંજામ આપતા ચકચાર

રૂ. 3.98 લાખના મુદ્દામાલની ચોરી થતાં પોલીસ તપાસ શરૂ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલ 2 અલગ અલગ કંપની સામે પાર્ક કરેલ કારના કાચ તોડી રોકડા અને લેપટોપ સહિતની કીમતી વસ્તુઓ મળી કુલ રૂ. 3.98 લાખના મુદ્દામાલની ચોરીની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસારઅંકલેશ્વરના પાનોલી GIDCમાં 2 અલગ અલગ કંપનીઓ સામે પાર્ક કરેલી કારમાંથી રૂ. 3.98 લાખના મુદ્દામાલની ચોરીની ઘટનાં સામે આવી છે. જેમાં પ્રથમ ઘટના પાનોલીની એચ.પી. ફાર્મા કંપનીની છેજ્યાં કાર માલિક પ્રશાંત નરસિંહ વરસડિયા તેમની કાર નં. GJ-05-JR-3602 પાર્ક કરીને કંપનીમાં ગયા હતા. તે દરમ્યાન અજાણ્યા ઇસમોએ કારના કાચ તોડી અંદર રાખેલા રોકડા 2.35 લાખ રૂપિયા અને લેપટોપની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

આ અંગે તેઓને એક મોબાઈલથી ફોન આવ્યો હતો કેતમારી લેપટોપ બેગ લુના ચોકડી નજીક બિનવારસી હાલતમાં પડેલી છે. જેમાં તમારું વિઝીટીગ કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ પણ છે.

તેથી તેઓએ બહાર આવી કારની તપાસ કરતા કારનો  કાચ તૂટેલો હતોઅને લેપટોપ બેગ ગુમ હતી. તો બીજી ઘટનાની વાત કરીએ તોહાઈકલ કંપનીના ગેટ નજીક ભરૂચના અયોધ્યાનગર ખાતે રહેતા ચંદ્રેશ મિસ્ત્રીની કારનો કાચ તોડી અજાણ્યા તસ્કરો 63 હજાર રોકડા અને લેપટોપની ચોરી કરી ફરાર થઈ ગયા. જોકેઆ બન્ને ઘટનામાં ગઠિયાઓ રૂ. 3.98 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ જતાં પાનોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories