અંકલેશ્વર : રેવા ને તાલે નવરાત્રી મહોત્સવમાં TMKOCના સેલિબ્રિટી મોનાઝ મેવાવાલાએ બોલાવી ગરબાની રમઝટ...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં પ્રથમવાર રેવા ને તાલે નવરાત્રી મહોત્સવ-2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ખેલૈયાઓ સાથે ગરબાની રમઝટ બોલાવવા ખાસ મહેમાન પધાર્યા હતા.

New Update
Advertisment

સીમ્ફોનિક ઇવેન્ટ દ્વારા પ્રથમવાર કરવામાં આવ્યું આયોજન

Advertisment

રેવા ને તાલે નવરાત્રી મહોત્સવ-2024નું ભવ્ય આયોજન

TMKOCના સેલિબ્રિટીએ લીધી ગરબા ગ્રાઉન્ડની મુલાકાત

રોશન ભાભી એટલે કેમોનાઝ મેવાવાલાની ખાસ ઉપસ્થિતી

મોનાઝ મેવાવાલાએ ગરબામાં ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં પ્રથમવાર રેવા ને તાલે નવરાત્રી મહોત્સવ-2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છેત્યારે ખેલૈયાઓ સાથે ગરબાની રમઝટ બોલાવવા ખાસ મહેમાન પધાર્યા હતા.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-વાલિયા રોડ પર સીમ્ફોનિક ઇવેન્ટ LLB ગ્રુપ દ્વારા પ્રથમવાર રેવા ને તાલે નવરાત્રી મહોત્સવ-2024નું આયોજન કરવામાં આવ્યું છે. સુંદર થીમ અને ખૂબ વ્યવસ્થાઓથી સજ્જ ભવ્ય આયોજનમાં પ્રથમ નોરતેથી ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે. ગત ત્રીજા નોરતે રેવા ને તાલે નવરાત્રી મહોત્સવમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના સેલિબ્રિટી રોશન ભાભી એટલે કેમોનાઝ મેવાવાલા આવી પહોચ્યા હતાત્યારે કનેક્ટ ગુજરાત ટીવી ચેનલની ટીમે મોનાઝ મેવાવાલા સાથે વિશેષ વાતચીત કરી હતી.

Advertisment

અંકલેશ્વર : રેવા ને તાલે નવરાત્રી મહોત્સવમાં TMKOCના સેલિબ્રિટી મોનાઝ મેવાવાલાએ બોલાવી ગરબાની રમઝટ...

Posted by Connect Gujarat on Sunday, October 6, 2024

ટીવી એક્ટરર્સે ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને અંકલેશ્વરના ખૂબ વખાણ કર્યા હતા. નવરાત્રી મહોત્સવની સાથે સાથે ગુજરાતી વાનગી અને ગુજરાતમાં વિતાવેલા પોતાના બાળપણની વાતો વાગોળી હતી. ત્યારબાદ મોનાઝ મેવાવાલાએ રેવા ને તાલે ગરબા ગ્રાઉન્ડ પર જઈ ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો. જોરદાર સાઉન્ડ સિસ્ટમ સાથે ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા. તો આવો જોઈએ રેવા ને તાલે ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓએ બોલાવેલી રમઝટની કેટલીક ઝલકો

Latest Stories