New Update
-
અંકલેશ્વરમાં કરાયુ આયોજન
-
JCI દ્વારા આયોજન કરાયું
-
ટ્રેડ એન્ડ ફન ફેરનો પ્રારંભ કરાયો
-
મામલતદાર સહિતના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
-
તા.29મી ડિસે.સુધી ચાલશે ફેર
જે.સી.આઈ અંકલેશ્વર દ્વારા જે.સી.આઈ ટ્રેડ ફન ફેરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ પ્રસંગે મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષે જે.સી.આઈ અંકલેશ્વર દ્વારા જે.સી.આઈ ટ્રેડ ફન ફેરનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે યોગી એસ્ટેટમાં આવેલ વૃંદાવન પ્લોટ ખાતે ચાલુ વર્ષે 22માં જે.સી.આઈ ટ્રેડ ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે ટ્રેડ ફન ફેરનું મામલતદાર કરણસિંહ રાજપૂત,જે.સી.આઈના ઝોન પ્રેસિડેન્ટ કિંજલ શાહ આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે રીબીન કટિંગ દ્વારા 23મી ડિસેમ્બરથી 29મી ડિસેમ્બર સુધી ચાલનાર ટ્રેડ ફન ફેરને ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રમુખ નેહા મોદી,પ્રોજેક્ટ ચેરમેન જે.સી.ભાવિન હિરાણી અને સેકેટરી અનીલ નાદર તેમજ સભ્યો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories