અંકલેશ્વર: NH 48 પર અકસ્માતોના પગલે બે કટ બંધ કરાતા નજીકના ગ્રામજનોને હાલાકી

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે હાઇવે ઉપર સહયોગ હોટલ યુ ટર્ન અને વર્ષા હોટલ યુ-ટર્ન પર અકસ્માતઓને પગલે તંત્ર દ્વારા બંને કટ બંધ કરવામાં આવ્યા હતા

New Update
  • અંકલેશ્વર નજીક હાઇવે પર અકસ્માતોની વણઝાર

  • હાઇવે પર 2 કટના કારણે અકસ્માતોની સંખ્યા વધી

  • તંત્ર દ્વારા બન્ને કટ બંધ કરાતા ગ્રામજનોને હાલાકી

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ કરી સ્થળ મુલાકાત

  • NHAIના અધિકારીઓ સાથે ચર્ચા કરી પ્રશ્નના નિરાકરણના કર્યા પ્રયાસ

Advertisment
ભરૂચ-અંકલેશ્વર વચ્ચે હાઇવે ઉપર સહયોગ હોટલ યુ ટર્ન અને વર્ષા હોટલ યુ-ટર્ન પર અકસ્માતઓને પગલે તંત્ર દ્વારા બંને કટ બંધ કરવામાં આવ્યા હતા જે બાદ સ્થાનિકોની રજૂઆતને લઇ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ મુલાકાત કરી હતી.
ભરૂચ-અંકલેશ્વર વચ્ચે હાઇવે ઉપર સહયોગ હોટલ યુ ટર્ન અને વર્ષા હોટલ યુ-ટર્ન પાસે અવારનવાર અકસ્માતની ઘટનાઓ બની રહી હતી જેને પગલે તંત્ર દ્વારા આ કટ માટી નાખી તેમજ રોડ મટીરીયલ નાખી બંધ કરી દેવામાં આવ્યા હતા જેને કારણે માંડવા તેમજ રાજપીપળા ચોકડી સુધીના ફેરાવાને પગલે આજુબાજુના ગામના લોકો સહીત ટ્રાન્સપોર્ટ ઓફીસ સંચાલકો હેરાન પરેશાન બન્યા હતા.આ અંગે સ્થાનિકોએ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને રજૂઆત કરતા જ ધારાસભ્ય સ્થળ પર દોડી આવ્યા હતા અને ટ્રાફિક પોલીસના પી.આઈ ભાવનાબેન મહેરિયા, સ્થાનિક ગામના સરપંચો તેમજ NHAIના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી યોગ્ય પગલા લેવા સુચના આપી હતી.સર્વિસ રોડનું વહેલી તકે સમારકામ કરવામાં આવે એ સહિતની સૂચના ધારાસભ્ય દ્વારા તંત્રના અધિકારીઓને આપવામાં આવી હતી
Latest Stories