અંકલેશ્વર : કોસમડી ગામે વીજ તાર તૂટીને પડવાથી બે અબોલ પશુઓના વીજ કરંટથી મોત

અંકલેશ્વરનાકોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

New Update
  • કોસમડીમાં વીજ તાર તૂટીને પડવાનો મામલો

  • બે મહિલાઓ પશુ ચરાવવા માટે ગઈ હતી 

  • સાંજે પરત ફરીથી વેળાએ બની ઘટના

  • ખાડી પાસે વીજ તાર તૂટીને પડ્યો હતો

  • વીજ કરંટ લાગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામની ખાડી પાસે વીજ લાઈનનો એક તાર તૂટીને પડ્યો હતો,જેનો કરંટ બે અબોલ પશુઓને લગતા મોતને ભેટ્યા હતા. અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના નવાપરા ફળિયામાં રહેતા જમણા વસાવા અને રેવા વસાવા પોતાની ભેંસોને ચરાવવા માટે ગામની સીમમાં ગયા હતા,ત્યાંથી સાંજના સુમારે પરત ફરતી વેળાએ એક દુર્ઘટના સર્જાય હતી.

જેમાં કોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લાગ્યો હતો,વીજ કરંટના જોરદાર ઝટકાથી એક ભેંસ અને પાડાના મોત નિપજ્યા હતા,ઘટના અંગે જમના વસાવાએ જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી. 

Latest Stories