અંકલેશ્વર:  ઉકાઇ કેનાલ 35 દિવસ બંધ, GIDCના રહેણાંક વિસ્તારમાં સવારે 6 થી 9 વાગ્યા સુધી પાણી મળશે !

અંકલેશ્વર જીઆઇડીસી અને નોટીફાઈડ રહેણાંક વિસ્તાર તેમજ અંકલેશ્વર શહેરને પાણી પુરુ પાડતી ઉકાઈ જમણા કાંઠાની કેનાલને 90ના બદલે હવે માત્ર 35 દિવસ માટે જ બંધ રાખવામાં આવશે

New Update
  • ઉકાઈ કેનાલમાં પાણી પુરવઠો બંધ કરાયો

  • નહેરના સમારકામ અર્થે લેવાયો નિર્ણય

  • 35 દિવસ પાણી પુરવઠો બંધ રહેશે

  • જીઆઇડીસીમાં તળાવમાંથી આપવામાં આવશે પાણી

  • રહેણાંક વિસ્તારમાં સવારે 3 કલાક પાણી અપાશે

ઉકાઈ કેનાલ સમારકામ અર્થે બંધ કરવામાં આવતા અંકલેશ્વર જીઆઇડીસીના રહેણાંક વિસ્તારમાં અને ઉદ્યોગોમાં તળાવમાં સંગ્રહિત જથ્થામાંથી પાણી પૂરું પાડવામાં આવશે.
અંકલેશ્વર જીઆઇડીસી અને નોટીફાઈડ રહેણાંક વિસ્તાર તેમજ અંકલેશ્વર શહેરને પાણી પુરુ પાડતી ઉકાઈ જમણા કાંઠાની કેનાલને 90ના બદલે હવે માત્ર 35 દિવસ માટે જ બંધ રાખવામાં આવશે. આજથી ઉકાઈ ડેમમાંથી આપવામાં આવતો પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. કેનાલના સમારકામની કામગીરીના પગલે આ નિર્ણય લેવાયો છે ત્યારે  અંક્લેશ્વર નોટીફાઇડના રહેણાંક વિસ્તારોને પણ ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાંથી પાણી પુરૂ પાડવામાં આવે છે.
નહેર બંધ થતાં તળાવમાં સંગ્રહિત જથ્થામાંથી લોકોને પીવાનું પાણી પુરૂ પડાશે. નોટીફાઈડ એરિયામાં સવારે 6 થી 9 વાગ્યા સુધી પાણી આપવામાં આવશે. જયારે ઉદ્યોગોને સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી પાણી મળી રહેશે. અંકલેશ્વર શહેરને ગામ તળાવમાંથી પીવાનું પાણી પુરૂ પાડવામાં આવશે અને જરૂર પડયે બોર ચાલુ કરવામાં આવશે. 
Latest Stories