New Update
યુપીએલ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ
અંકલેશ્વરમાં સમારોહનું આયોજન
344 વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત કરાય
14 વિદ્યાર્થીઓને ગોલ્ડમેડલ એનાયત કરાયા
આમંત્રીતો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વરની યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજી દ્વારા પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 344 વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત કરવામાં આવી હતી
અંકલેશ્વરની યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજી દ્વારા પદવીદાન સમારોહ યોજાયો હતો. પદવીદાન સમારોહમાં યુનિવર્સિટી દ્વારા ડિપ્લોમા, બીએસસી, એમએસસી, એમઇ તેમજ પીજી ડિપ્લોમા ના ૩૪૪ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત અસાધારણ પ્રદર્શન કરનાર ૧૪ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ સમારંભમાં યુપીએલ ગૃપના રાજેન્દ્ર ગાંધી, શાંદ્રા શ્રોફ, યુનિવર્સીટીના પ્રેસિડેન્ટ અશોક પંજવાણી,પ્રોફેસર શ્રીકાંત વાઘ સહીત અન્ય અગ્રણીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories