અંકલેશ્વર: સરફુદ્દીન ગ્રામ પંચાયતમાં હોબાળો, સરપંચની ગેરહાજરીમાં ગ્રામસભા યોજાય હોવાના આક્ષેપ

અંકલેશ્વર તાલુકાનાં સરફુદ્દીન ગ્રામ પંચાયત ખાતે સરપંચની ગેરહાજરીમાં ગ્રામ સભા મળી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

New Update

અંકલેશ્વર તાલુકાનાં સરફુદ્દીન ગ્રામ પંચાયત ખાતે સરપંચની ગેરહાજરીમાં ગ્રામ સભા મળી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

1 વર્ષ પહેલા અંકલેશ્વર તાલુકાનાં સરફુદ્દીન ગામના મહિલા સરપંચ કૈલાસબેન ભરત વસાવા વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી હતી જે દરખાસ્ત બાદ સસ્પેન્ડ લેટર મળ્યા વિના જ આજરોજ ગામના ડેપ્યુટી સરપંચ અને 6 સભ્યોની હાજરીમાં ગ્રામ સભા મળી હોવાના સરપંચ કૈલાશબેન વસાવાએ આક્ષેપ કર્યા હતા અને ગ્રામ પંચાયત ડેવલોપમેન્ટ પ્લાન્ટ યોજના અંતર્ગત પેવર બ્લોક,હેડપમ્પ અને ગટર લાઇનના પાંચ લાખના કામોની ગ્રાન્ટ ઉપાડી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.સાથે ગ્રામજનોની જાણ બહાર કેટલાક સભ્યોની હાજરીમાં ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હોવાના પણ આક્ષેપ કરાયા છે.સાથે ગ્રામ પંચાયતના પૂર્વ સભ્યએ પંચાયત ખાતે હોબાળો મચાવ્યો હતો અને તલાટી કમ મંત્રીને રજૂઆત કરી હતી.
#Ankleshwar #sarpanch #uproar #CGNews #Gujarat #Sarfuddin Gram Panchayat
Here are a few more articles:
Read the Next Article