અંકલેશ્વર: શહેર અને GIDC વિસ્તારમાં 2 સ્થળોએ વય વંદના આયુષ્યમાન કેમ્પનું આયોજન કરાયુ

અંકલેશ્વર વિધાનસભા વિસ્તારમાં બે સ્થળોએ વય વંદના આયુષ્યમાન કાર્ડ કેમ્પનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાભાર્થીઓએ લાભ લીધો હતો

New Update
Advertisment
  • અંકલેશ્વરમાં આરોગ્ય વિભાગ દ્વારા આયોજન

  • શહેર અને જીઆઇડીસી વિસ્તારમાં આયોજન કરાયું

  • વય વંદના આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન

  • 70થી વધુ વયના વરિષ્ઠ નાગરિકોએ લીધો લાભ

  • ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત

Advertisment
અંકલેશ્વર વિધાનસભા વિસ્તારમાં બે સ્થળોએ વય વંદના આયુષ્યમાન કાર્ડ કેમ્પનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાભાર્થીઓએ લાભ લીધો હતો
અંકલેશ્વરના ભરૂચની નાકા સ્થિત નગર પાલિકા ફાયર સ્ટેશન અને અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની આર.બી.એલ સ્કુલ પાછળ સુષ્મા શાંતિનિકેતન વૃધ્ધાશ્રમ ખાતે તાલુકા આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં 70થી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.અંકલેશ્વર વિધાનસભામાં સમાવિષ્ટ વરિષ્ઠ નાગરિકોએ કેમ્પનો લાભ લઇ પોતાના આયુષ્યમાન કાર્ડ કઢાવ્યા હતા.કેમ્પમાં  મામલતદાર કિરણસિંહ રાજપૂત અને ડી.એચ.ઓ જે.એસ.દુલેરા,નગર પાલિકા ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ,કારોબારી અધ્યક્ષ નીલેશ પટેલ,પૂર્વ પ્રમુખ વિનય વસાવા સહિતના પધાધિકારીઓ, આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories