અંકલેશ્વર: જોખમી રીતે વિદ્યાર્થીઓને બેસાડી રોંગ સાઈડ પર જતા રીક્ષા ચાલકનો વિડીયો વાયરલ,પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વરમાં વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મૂકતો વિડીયો વાયરલ થયો છે.અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ વિસ્તાર નજીક એક રીક્ષા ચાલક વિદ્યાર્થીઓને રિક્ષામાં જોખમી રીતે બેસાડી રિક્ષાને રોંગ સાઈડ પરથી પસાર કરી રહ્યો છે.

New Update
a

અંકલેશ્વરમાં વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મૂકતો વિડીયો વાયરલ થયો છે.અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ વિસ્તાર નજીક એક રીક્ષા ચાલક વિદ્યાર્થીઓને રિક્ષામાં જોખમી રીતે બેસાડી રિક્ષાને રોંગ સાઈડ પરથી પસાર કરી રહ્યો છે.

વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો થઈ રહ્યો છે.રીક્ષા નજીકથી બસ પણ પસાર થાય છે ત્યારે રોંગ સાઈડ પર જતી રીક્ષાને અકસ્માત નડે અને જાનહાની સર્જાઈ તો જવાબદાર કોણ એ પ્રશ્ન ઉઠી રહ્યો છે ત્યારે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે વાયરલ વીડિયોના આધારે વધુ તપાસ હાથ ધરી છે

Read the Next Article

ભરૂચ: વિતેલા 24 કલાકમાં સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સરેરાશ 1 ઇંચ વરસાદ નોંધાયો

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે વિતેલા 24 કલાકમાં પણ ભરૂચ જિલ્લાના તમામ નવ તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

New Update
2 varsad

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે વિતેલા 24 કલાકમાં પણ ભરૂચ જિલ્લાના તમામ નવ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ગતરોજ સમગ્ર દિવસ દરમિયાન છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો.

ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં વરસેલ વરસાદના તાલુકા આંકડા પર નજર કરીએ તો જંબુસર 18 મી.મી.આમોદ 7 મી.મી.વાગરા 1 ઇંચ ભરૂચ 21 મી.મી.ઝઘડિયા 1 ઇંચ.અંકલેશ્વર 1 ઇંચ.હાંસોટ 17 મી.મી..વાલિયા 1 ઈંચ અને નેત્રંગમાં 9 મી.મી.વરસાદ નોંધાયો હતો