New Update
અંકલેશ્વરમાં વિકાસની ચાડી ખાતા દ્રશ્યો
દઢાલ ગામે અંતિમ યાત્રા સમયે પણ મુશ્કેલી
ગળા ડૂબ પાણી વચ્ચેથી અંતિમયાત્રા કાઢવા લોકો મજબૂર
આદિવાસી સમાજનું આવેલું છે સ્મશાન
વારંવાર રજુઆત છતા પરિણામ શૂન્ય
અંકલેશ્વરના દઢાલ ગામના સાગબારા ફાટક પાસે વસવાટ કરતા આદિવાસી સમાજના વ્યક્તિનું મૃત્યુ થાય તો ધસમસતા અમરાવતી ખાડીમાં જીવના જોખમે ખાડીમાંથી નનામી લઈ જવા મજબુર બન્યા હતા.
અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામના સાગબારા ફાટક પાસે રહેતા આદિવાસી સમાજના કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો જીવના જોખમે અમરાવતી ખાડી પસાર કરી અંતિમ વિધિ માટે મૃતદેહ સ્મશાન સુધી લઈ જવામાં આવે છે.ગત વર્ષે એક વ્યક્તિનું મોત થતા તેઓના મૃતદેહને સ્મશાનમાં અંતિમ સંસ્કાર વેળા લઈ જતી વખતે ડૂબી જવાથી બે લોકોના મોત નિપજ્યા હતા.આ અંગે અનેકવાર રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા યોગ્ય પગલાં નહીં ભરવામાં આવતા ગતરોજ આદિવાસી સમાજના એક વ્યક્તિનું અવસાન થતાં તેની અંતિમ વિધિ માટે ડાઘુઓ અમરાવતી ખાડીમાં જીવના જોખમે અંતિમ સંસ્કાર માટે ગળા સુધીના પાણીમાં ઉતરી નમામી લઈ જવા મજબુર બન્યા હતા ત્યારે વારંવાર જીવના જોખમે મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર માટે ખાડીમાં ઉતરતા લોકો માટે તંત્ર યોગ્ય પગલાં ભરે તે અત્યંત જરૂરી છે.સરકાર દ્વારા ખાડી પર બ્રિજ બનાવવામાં આવે એવી લોકો માંગ કરી રહ્યા છે.
Latest Stories