New Update
અંકલેશ્વરના પાનોલી નજીક આવેલું છે સંજાલી ગામ
ઔદ્યોગિક અકસ્માતોના કારણે ગ્રામજનોમાં રોષ
તંત્રને પાઠવવામાં આવ્યું આવેદનપત્ર
સુરક્ષા માપદંડોનું ઉલ્લંઘન કરતા ઉદ્યોગો સામે કાર્યવાહીની માંગ
તાજેતરમાં જ સંઘવી ઓર્ગેનિક કંપનીમાં લાગી હતી આગ
અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામના ગ્રામજનો દ્વારા તંત્રના આયોજનપત્ર પાઠવી સુરક્ષા માપદંડોનું ઉલ્લંઘન કરતા ઉદ્યોગો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે
અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામના ગ્રામજનો દ્વારા તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર સંજાલી ગામ પાનોલી જીઆઇડીસી વચ્ચે આવેલું છે. તાજેતરમાં સંઘવી ઓર્ગેનિક કંપનીમાં અચાનક આગ લાગી હતી. આ આગથી ભારે પ્રમાણમાં ઝેરી ધુમાડો અને વાયુઓ ફેલાયા હતા. જેના કારણે ખાસપાસના ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘણા લોકોને શ્વાસ લેવામાં તકલીફ, આંખમાં બળતરા અને માથાના દુખાવા જેવી સમસ્યાનો અનુભવ થયો હતો. આવીવી દુર્ઘટનાઓથી ફક્ત માનવ આરોગ્ય જ નહીં પરંતુ ખેતી, પશુષન, પીવાનું પાણી અને પર્યાવરણ ઉપર પાયુ અસર પડે છે. આ પ્રકારની દુર્ઘટનાઓ ભૂતકાળમાં પણ અનેક વખત બની ચૂકી છે પરંતુ જીપીસીબી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે સુરક્ષા માપદંડોના કડક અમ્લવારીની માંગ કરવામાં આવી છે.
Latest Stories