અંકલેશ્વર: વાલિયા તાલુકા BJP પ્રમુખનું વોટ્સએપ હેક, "આપકે ઓર હમારે પ્યાર ભરે પલ" લખી લીંક સેન્ટ કરાયા

ભરૂચના વાલિયા તાલુકા ભાજપ પ્રમુખનું વોટ્સએપ હેક કરી સાયબર ઠગોએ લિંક PDF ફોન લિસ્ટના કોન્ટેક્ટમાં ફોરવર્ડ કરી બીભત્સ મેસેજ કરતા ચકચાર મચી જવા પામી

New Update
  • ભરૂચમાં સાયબર માફિયાઓનો ખેલ

  • વાલિયા ભાજપ પ્રમુખનું વોટ્સએપ હેક કરાયુ

  • વોટ્સએપ પરથી અશ્લીલ મેસેજ કરાયા

  • પ્રમુખ પૃથ્વીસિંહ ગોહિલનું વોટ્સએપ હેક

  • વાલિયા પોલીસને અરજી અપાય

ભરૂચના વાલિયા તાલુકા ભાજપ પ્રમુખનું વોટ્સએપ હેક કરી સાયબર ઠગોએ લિંક PDF ફોન લિસ્ટના કોન્ટેક્ટમાં ફોરવર્ડ કરી બીભત્સ મેસેજ કરતા ચકચાર મચી જવા પામી છે.
ભરૂચના વાલિયા ખાતે રહેતા અને વાલિયા તાલુકા ભાજપ પ્રમુખ તેમજ વાલિયા ગામના ડેપ્યુટી સરપંચ પૃથ્વીરાજસિંહ ગોહિલ ગત તારીખ-24મી જુનના રોજ રાતે પરિવાર સાથે સુઈ ગયા હતા તે દરમિયાન મોડી રાતે 2 કલાકે અજાણ્યા સાયબર ઠગોએ તેઓનું વોટ્સએપ હેક કરી તેમાં રહેલા 2500 થી 3 હજાર કોન્ટેક્ટ લિસ્ટમાં હિન્દીમાં આપકે ઔર હમારે પ્યાર ભરે પલ,બીતે.opk 1.8 mb.APK અને દેખ કર તો યાદ આભી ગયા હોગાના બે મેસેજ સહિત એક પી.ડી.એફ લિંક ફોરવર્ડ કરી બીભત્સ મેસેજ ફેલાવવામાં આવ્યો હતો.
આ અંગેની પૃથ્વીરાજસિંહ ગોહિલને તેઓના કોન્ટેક્ટ લિસ્ટના નંબર પરથી ફોન આવતા તેઓને ઘટનાની જાણ થઈ હતી.જેથી તેઓએ પોતાના વોટ્સએપને હેક કરી સાયબર ઠગોએ બીભત્સ મેસેજ કર્યા હોવા સાથે પોતે સાયબર હુમલાના શિકાર બન્યા હોવાનું માલુમ પડ્યું હતું.જેથી તેઓએ વાલિયા પોલીસ મથકે સાયબર ઠગો વિરુદ્ધ અરજી આપી હતી. અને લોકોને આવી લિંક કે મેસેજથી સાવધાન રહેવા અપીલ કરી હતી.

Read the Next Article

GSEB દ્વારા લેવાયેલી ધોરણ 10 (SSC)ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા જૂન-જુલાઈ 2025 દરમિયાન લેવાયેલી ધોરણ 10 (SSC)ની પૂરક પરીક્ષાનું પરિણામ આજે, (18 જુલાઈ, 2025)ના રોજ જાહેર કરવામાં આવ્યું છે

New Update
Untitled

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા જૂન-જુલાઈ 2025 દરમિયાન લેવાયેલી ધોરણ 10 (SSC)ની પૂરક પરીક્ષાનું પરિણામ આજે, (18 જુલાઈ, 2025)ના રોજ જાહેર કરવામાં આવ્યું છે.

વિદ્યાર્થીઓ gseb.org વેબસાઇટ અને વોટ્સએપ દ્વારા પોતાનું પરિણામ ચકાસી શકશે. 

અગાઉ માર્ચ મહિનામાં લેવાયેલી મુખ્ય પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ એક કે તેથી વધુ વિષયમાં નપાસ થયા હતા, તેમનું શૈક્ષણિક વર્ષ બગડે નહીં તે હેતુસર આ પૂરક પરીક્ષાનું આયોજન 23 જૂન, 2025થી 3 જુલાઈ, 2025 દરમિયાન કરવામાં આવ્યું હતું.

પરિણામ જાહેર થયા બાદ, વિદ્યાર્થીઓ તેમના રોલ નંબરનો ઉપયોગ કરીને ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર લોગિન કરીને પોતાનું રિઝલ્ટ જોઈ શકશે અને માર્કશીટ પણ ડાઉનલોડ કરી શકશે. આ ઉપરાંત, વોટ્સએપ દ્વારા પણ પરિણામ મેળવી શકાશે.