અંકલેશ્વર: ઉકાઈ કેનાલમાં પડેલ ભંગાણના કારણે 6 દિવસ બાદ પાણી છોડાયુ,ખેડૂતોએ લીધો રાહતનો શ્વાસ

સિંચાઈનું પાણી પૂરી પાડતી ઉકાઈ કેનાલમાં સુરતના માંડવી નજીક પડેલા ભંગાણનું સમારકામ હાથ ધરાતા હવે 6 દિવસ બાદ પાણી છોડવામાં આવતા ખેડૂતોને રાહત સાંપડી

New Update

સુરતના માંડવી નજીક ઉકાઈ કેનાલમાં પડ્યું હતું ભંગાણ

Advertisment

ભંગાણનું સમારકામ પૂર્ણ કરાયુ

6 દિવસથી કેનાલમાં પાણી કરાયુ હતું બંધ

હવે કેનાલમાં પાણી છોડાયું

ખેડૂતોને સાંપડી રાહત

અંકલેશ્વર હાસોટ તાલુકાને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરી પાડતી ઉકાઈ કેનાલમાં સુરતના માંડવી નજીક પડેલા ભંગાણનું સમારકામ હાથ ધરાતા હવે 6 દિવસ બાદ પાણી છોડવામાં આવતા ખેડૂતોને રાહત સાંપડી છે.
Advertisment
અંકલેશ્વર અને હાંસોટ તાલુકાને પીવાનું તથા સિંચાઇનું પાણી પૂરું પાડતી ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાં સુરતના માંડવી પાસે ભંગાણ સર્જાયું હતું. સુરત નજીક બનેલી ઘટનાની અસર  અંકલેશ્વર અને હાંસોટ તાલુકામાં જોવા મળી હતી.કેનાલમાં ભંગાણ પડ્યા બાદ તેમાં ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવતું પાણી બંધ કરી દેવામાં આવ્યું હતું.
ડેમની રોટેશન પૉલિસી પ્રમાણે અંકલેશ્વર અને હાંસોટના ખેડૂતોને અપાતું પાણી 6 દિવસ સુધી બંધ રહ્યું હતું પરંતુ હવે માંડવી નજીક નહેરનું સમારકામ પૂર્ણ થતાં પુન: પાણી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.
આ અંગે ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગના કાર્યપાલક ઈજનેર એસ.એન.પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ 70થી 80 ટકા જેટલું પાણી છોડવામાં આવ્યું છે આગામી 1-2 દિવસમાં પૂરતા પ્રમાણમાં અંકલેશ્વર હાંસોટના ખેડૂતોને પાણી મળી રહેશે. આકરી ગરમીને ધ્યાને લઇ પાણીની જરૂરિયાતને જોતા ખેડૂતોને પાણીની અછત ન રહે એ માટે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
Advertisment
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં અંકલેશ્વર પાસેની ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાં બાકરોલ ગામ પાસે કેમિકલ માફિયાઓએ દૂષિત પાણી ઠાલવી દેતાં 3 દિવસ સુધી કેનાલ બંધ રહી હતી અને હવે ફરી 6 દિવસ કેનાલ બંધ રહેતા વિકટ પરિસ્થિતિ સર્જાય છે ત્યારે ઉનાળામાં ખેડૂતોને સમયસર પાણી મળી રહે એ જરૂરી છે.
Advertisment
Latest Stories