New Update
/connect-gujarat/media/media_files/2025/08/02/ankleshwar-water-tank-2025-08-02-16-45-16.jpg)
અંકલેશ્વરની હરીદર્શન સોસાયટી નજીક જગન્નાથ મંદિર પાસે આવેલ 25 વર્ષ જૂની પાણીની ટાંકી થઈ જતા તેને સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવી હતી અંકલેશ્વર શહેરમાં આવેલ હરિ દર્શન સોસાયટી સ્થિત જગન્નાથ મંદિર પાસે પાણીની ટાંકી આવેલી છે 25 વર્ષ જૂની પાણીની ટાંકી જર્જરીત થઈ ગઈ હતી અને તે બિનઉપયોગી હતી. જેના પગલે મંદિર ટ્રસ્ટ દ્વારા તેને સુરક્ષિત રીતે ઉતારી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના પગલે આજ રોજ ટાંકીને સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવી હતી.
ગણતરીની સેકન્ડમાં જ ટાંકી જમીનદોસ્ત થઈ ગઈ હતી. જેનો વિડીયો સામે આવ્યો છે. ટાંકી ઉતરતા સમયે કોઈ અનિરછનીય બનાવ ન બને તે માટે આસપાસનો વિસ્તાર પણ ખાલી કરાવી દેવામાં આવ્યો હતો.આ અંગે જગન્નાથ મંદિર ટ્રસ્ટના આગેવાન જીતુભાઈએ જણાવ્યું હતું કે ટાંકી 25 વર્ષ પૂર્વે સોસાયટીના બિલ્ડર દ્વારા બનાવવામાં આવી હતી જો કે સમય જતા તેનો કોઈ ઉપયોગ રહ્યો ન હતો અને મંદિર પરિસરમાં તે નડતરરૂપ હોવાથી સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવી છે.
Latest Stories