New Update
-
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
-
ઇ.એન.જિનવાલા હાઈસ્કૂલમાં આયોજન કરાયુ
-
યોગા કલાસીસનું આયોજન કરાયુ
-
મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો
-
આમંત્રીતોએ આપી હાજરી
અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત શાળાના બાળકો યોગનું મહત્વ સમજે તે હેતુથી યોગા કલાસીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
અંકલેશ્વરના ડિવાઇન યોગા ક્લાસીસ દ્વારા અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ઈ.એન.જીનવાલા હાઇસ્કુલ તથા એમ. ટી.એમ. મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે યોગા ક્લાસીસનું આયોજન કરવામાં આવ્યું હતું.ડિવાઈન યોગા ક્લાસીસના યોગા ટ્રેનર જાગૃતીબેન પટેલ દ્વારા વિદ્યાર્થીઓને યોગાનો ઇતિહાસ, યોગાનુ મહત્વ તેમજ યોગાનાં વિવિધ સૂત્ર વિશે વિસ્તૃત માહિત આપવામાં આવી હતી.ડિવાઇન યોગા ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓ પાસે યોગાસન સાથે વોર્મઅપ કરી ઝુંબા ડાન્સ પણ કરવવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલીતા રાજપુરોહિત, માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબેન મકવાણા, આરોગ્ય ખાતાના ચેરમેન હિરલબેન પટેલ, શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન કિંજલ બા ચૌહાણ, માધ્યમિક શિક્ષણ સમિતિના સભ્ય શિલ્પાબેન સુરતી, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો
Latest Stories