/connect-gujarat/media/member_avatars/2025/04/19/2025-04-19t062118449z-aaaa.jpg )
New Update
અંકલેશ્વરમાં યુવાનનો વિડીયો થયો હતો વાયરલ
તલવાર વડે કેક કાપતો વિડીયો વાયરલ થયો હતો
પોલીસે યુવાનની કરી ધરપકડ
જાહેરનામા ભંગના ગુનામાં ધરપકડકરી
સોશ્યલ મીડિયામાં ફેમસ થવું ભારે પડ્યું
અંકલેશ્વરમાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે તલવાર વડે કેક કાપતો યુવાનો વિડીયો વાયરલ થવાના મામલામાં પોલીસે યુવાનની જાહેરનામા ભાંગના ગુના હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે અનેક લોકો જાહેર રોડ પર જન્મ દિવસની ઉજવણીમાં તલવારથી કેક કાપીને રોફ જમાવે છે. પોલીસે આ પ્રકારની ઉજવણી નહીં કરવા જાહેરનામું બહાર પાડ્યું છે. તેમ છતાંય આવા કિસ્સા સામે આવી રહ્યાં છે ત્યારે અંકલેશ્વરમાં પણ તલવાર વડે કેક કાપતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ મામલામાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ગડખોલ ગામની મીઠા ફેક્ટરી પાસે આવેલ રાધે ક્રિષ્ના રેસીડેન્સીમાં રહેતા મણકુમાર સિંહની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે તેની સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે.પોલીસે યુવાન પાસે તલવાર પણ કબ્જે કરી છે.
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/07/09/screenshot_2025-07-09-07-39-15-29_92460851df6f172a4592fca41cc2d2e6-2025-07-09-09-26-44.jpg)
LIVE