અંકલેશ્વર: પાનોલી GIDCમાં નહેરમાં ડૂબી જતા યુવાનનું મોત, પોલીસે તપાસ શરૂ કરી

પાનોલીમાં નહેરમાં ડૂબી જતા 27 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું હતુ.પાનોલી પોલીસે ફાયર ફાઈટરોની મદદથી યુવાનનો મૃતદેહ બહાર કાઢી વધુ તપાસ હાથ ધરી

New Update
  • અંકલેશ્વરના પાનોલીનો બનાવ

  • નહેરમાં ડૂબી જતાં યુવાનનું મોત

  • 27 વર્ષીય યુવાનનું મોત નિપજયું

  • ફાયર ફાયટરોએ મૃતદેહ બહાર કાઢ્યો

  • પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વરના પાનોલીમાં નહેરમાં ડૂબી જતા 27 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું હતુ.પાનોલી પોલીસે ફાયર ફાઈટરોની મદદથી યુવાનનો મૃતદેહ બહાર કાઢી વધુ તપાસ હાથ ધરી છે
અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસી વિસ્તારની નહેરમાં યુવાનના ડૂબી જવાની ઘટના સામે આવી છે. પાનોલીના મહારાજા નગર નજીક આવેલ નહેરમાં 27 વર્ષીય રાહુલ ઠાકોર નામના યુવાનનો પગ લપાસતા તે નહેરના પાણી ગરકાવ થઈ ગયો હતો.આ અંગેની જાણ થતા જ અંકલેશ્વર નગરપાલિકા અને ડીપીએમસીના ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ નહેરમાંથી યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.
આ અંગેની જાણ થતા પાનોલી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. યુવાનનું નહેરમાં પાણીમાં ડૂબી જતા મોત નિપજતા પરિવારમાં ગમનો માહોલ જોવા મળી રહ્યો છે.
Latest Stories