/connect-gujarat/media/media_files/2025/07/01/1001567413-2025-07-01-16-08-25.jpg)
અંકલેશ્વર આધારિત આર્કિટેક્ચર અને ડિઝાઇન ફર્મC & T Designs, જેનું નેતૃત્વ આર્કિટેક્ટ ચિરાગ વડગામા અને કદમ શાહ કરે છે, તેમનેCommercial Space (Small) કેટેગરીમાંIIID Design Excellence Awardsના રાષ્ટ્રીય સ્તરે પ્રથમ ઇનામ મળ્યું છે.જે ભરૂચ જિલ્લા માટે ગૌરવમય ઘટના બની છે.
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયન ઈન્ટીરિયર ડિઝાઇનર્સ (IIID), જે છેલ્લા50વર્ષથી કાર્યરત રાષ્ટ્રીય સંસ્થા છે, દેશમાં30થી વધુ ચેપ્ટર્સ અને સેન્ટર્સ સાથે સંકળાયેલી છે અને અંદાજે10,000થી વધુ સભ્યો ધરાવે છે.જેમાં આર્કિટેક્ટ્સ, ઈન્ટીરિયર ડિઝાઇનર્સ અને ટ્રેડર્સનો સમાવેશ થાય છે.
IIID દ્વારા આયોજિતDesign Excellence Awards એ સમગ્ર દેશમાંથી કામ કરતા આર્કિટેક્ટ્સ અને ઈન્ટીરિયર ડિઝાઇનર્સને તેમની ડિઝાઇન રજૂ કરવા માટેનો મોકો આપે છે.તમામ એન્ટ્રીઝને25પ્રતિષ્ઠિત જ્યુરી મેમ્બર્સ દ્વારા જુદી જુદી ઝોનમાં ચકાસવામાં આવે છે. દરેક ઝોનમાંથી પસંદ થયેલા કામને પછી ફરીથી નેશનલ લેવલ પર રિવ્યૂ કરીને ફાઈનલ વિજેતાઓ જાહેર કરવામાં આવે છે.
C & T Designsનું નેતૃત્વ આ એવોર્ડમાં માત્ર અંકલેશ્વર જ નહીં પણ સમગ્ર દક્ષિણ ગુજરાત માટે પણ ગર્વની બાબત છે.તેમની ડિઝાઇન ભાષા સતત સંદર્ભ આધારિત, યુઝર-સેન્ટ્રિક અને મીનિંગફુલ સ્પેસીસ બનાવવાની દિશામાં પ્રતિબદ્ધ છે.
Anklehswar | Bharuch | Gujarat