New Update
અંકલેશ્વર શહેરના બે અલગ અલગ સ્થળોએથી પોલીસે કુખ્યાત બુટલેગર સુજાતખાન પઠાણે સંતાડી રાખેલ ૪ લાખથી વધુના મુદ્દામાલ સાથે એક રખેવાળને ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વર એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કાગદીવાડમાં રહેતો સુજાતખાન ઉર્ફે સજ્જુ બશીરખાન પઠાણ અને કસ્બાતીવાડના લીમડી ફળિયામાં રહેતો તુફેલ સલીમ મલેકે વિદેશી દારૂનો જથ્થો મંગાવી કાગદીવાડ વિસ્તારમાં આવેલ કબ્રસ્તાનના મુખ્ય ગેટ પાસેના બે જુના મકાનની બાજુની દીવાલ નજીક ખુલ્લામાં લાવી સંતાડી રાખેલ છે.અને તુફેલ મલેક તેની દેખરેખ રાખે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસના દરોડાને પગલે રખેવાળ તુફેલ ફરાર થઇ ગયો હતો પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૨૦૯૦ નંગ બોટલ મળી કુલ ૨.૨૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો
જયારે આવી જ રીતે ભરૂચ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે કાગદીવાડમાં રહેતો સુજાતખાન ઉર્ફે સજ્જુ બશીરખાન પઠાણ અને તુફેલ સલીમ મલેકએ ઉમરવાડા રોડ ઉપર નર્મદા ક્લીન ટેક કંપનીની સામે વ્હાઈટ પર્લ રેસીડેન્સીમાં બનતા નવા મકાનમાં ઉતારી વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે.અને મહમદ અશદ અસ્લમ શેખ તેમજ અરબાઝ અસ્લમ શેખ તે મુદ્દામાલની રખેવાળી કરી રહ્યા છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૧૦૯૨ નંગ બોટલ અને એક ફોન મળી કુલ ૧.૩૨ લાખના મુદ્દામાલ સાથે વ્હાઈટ પર્લ રેસીડેન્સીમાં રહેતો મહમદ અશદ અસ્લમ શેખને ઝડપી પાડ્યો હતો જયારે કુખ્યાત બુટલેગર સહીત ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
Latest Stories