ભરૂચ: વાલિયા પોલીસ મથક ખાતે SP મયુર ચાવડાની અધ્યક્ષતામાં વાર્ષિક ઇસ્પેકશન અને પોલીસ દરબાર યોજાયો

ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા વાલિયા પોલીસ મથક ખાતે વાર્ષિક પોલીસ ઇસ્પેકશન અને લોક દરબાર યોજાયો હતો.જેમાં પોલીસ વડાએ ઇસ્પેકશન કર્યું

New Update
  • ભરૂચના વાલિયા પોલીસ મથક ખાતે આયોજન

  • વાર્ષિક ઇન્સ્પેકશનનું આયોજન

  • લોક દરબાર પણ યોજાયો

  • SP મયુર ચાવડા રહ્યા ઉપસ્થિત

ભરૂચના વાલિયા પોલીસ મથક ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા વાર્ષિક પોલીસ ઇસ્પેકશન અને પોલીસ દરબાર યોજાયો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા વાલિયા પોલીસ મથક ખાતે આજરોજ વાર્ષિક પોલીસ ઇસ્પેકશન અને લોક દરબાર યોજાયો હતો.જેમાં પોલીસ વડાએ ઇસ્પેકશન કર્યું હતું.અને પોલીસ દરબારમાં પોલીસ જવાનોના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ કરવાની ખાતરી આપી હતી.
આ વાર્ષિક પોલીસ ઇસ્પેકશન અને પોલીસ દરબારમાં ઝઘડિયા જી.આઈ.ડી.સી પોલીસ મથકના પી.આઈ. પી.કે.રાઠોડ,ઝઘડિયા પોલીસ મથકના પી.આઈ. એન.આર.ચૌધરી,રાજપારડી પોલીસ મથકના પી.આઈ. એચ.બી.ગોહિલ  તેમજ વાલિયા પોલીસ મથકના પી.આઈ. એમ.બી.તોમર અને ઉમલ્લા પોલીસ મથકના પી.આઈ.  કે.એમ.વાઘેલા  સહિત પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories