New Update
ભરૂચના પાલેજ ખાતે આયોજન
પાલેજ પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેકશન યોજાયું
આઈ.જી.સંદીપસિંહ રહ્યા ઉપસ્થિત
પોલીસ કર્મીઓના કામની કરાય તપાસ
એસ.પી.અક્ષયરાજ મકવાણા રહ્યા હાજર
ભરૂચના પાલેજ પોલીસ મથક ખાતે વડોદરા રેન્જના આઈ.જી.સંદીપસિંહની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના પાલેજ પોલીસ સ્ટેશન ખાતે IGP સંદીપસિંહની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્સન યોજવામાં આવ્યું હતું.પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આઈ.જી.સંદીપસિંહને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
ઇન્સ્પેકશનમાં પાલેજ પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફના કામકાજની વિસ્તૃત રીતે તપાસણી કરવામાં આવી હતી તેમજ સુઘડ કામગીરી માટે શક્ય સુધારાઓ અને ઉપાયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું. IGPએ જણાવ્યું કે લોકો સુધી પોલીસ સેવા પહોંચાડવી એ મુખ્ય જવાબદારી છે. આ પ્રસંગે એસ. પી. અક્ષય રાજ મકવાણા સહિત ડી વાય.એસ.પી સી.કે.પટેલ, પાલેજ પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વ્યાસ તેમજ પોલીસકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories