અંકલેશ્વર: મતદાર યાદીમાં નવા નામ નોંધાવવા માટે તંત્રની અપીલ, BLOનો સંપર્ક કરી ફોર્મ ભરી શકો છો!

1 ઑક્ટોબર 2025 થી 31 ડિસેમ્બર 2025 દરમિયાન 18 વર્ષ પૂર્ણ કરેલા અથવા પૂર્ણ કરનાર યુવાન અને યુવતીઓ પોતાના નામ મતદાર યાદીમાં નોંધાવી શકશે.....

New Update
  • અંકલેશ્વરમાં તંત્રની કામગીરી

  • મતદાર યાદી સુધારણાની કામગીરી

  • નવા મતદારો પણ નામ નોંધાવી શકે છે

  • તમારા બી.એલ.ઓ.નો સંપર્ક કરો

  • નગર સેવા સદન દ્વારા અપીલ કરાય

અંકલેશ્વરમાં મતદાર યાદીમાં નવા નામ નોંધાવવા અંગે અપીલ કરવામાં આવી છે. આ માટે નાગરિકોએ બુથ લેવલ ઓફિસરનો સંપર્ક કરવાનો રહેશે. અંકલેશ્વર શહેરમાં મતદાર યાદીમાં નવા નામ નોંધાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 1 ઑક્ટોબર 2025 થી 31 ડિસેમ્બર 2025 દરમિયાન 18 વર્ષ પૂર્ણ કરેલા અથવા પૂર્ણ કરનાર યુવાન અને યુવતીઓ પોતાના નામ મતદાર યાદીમાં નોંધાવી શકશે.
મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે અરજદારે પાસપોર્ટ સાઇઝ ફોટો, આધારકાર્ડ, લિવિંગ સર્ટિફિકેટ, લાઇટ બિલ અથવા રેશન કાર્ડ, તેમજ ઘરના એક વ્યક્તિનો ચૂંટણી કાર્ડ સાથે ફોર્મ નં. 6 સબમિટ કરવું ફરજિયાત રહેશે.આ સમગ્ર કામગીરી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અંતર્ગત હાથ ધરવામાં આવી રહી છે.
નાગરિકોને પોતાના વિસ્તારના બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) પાસે ફોર્મ સબમિટ કરાવવા માટે અપીલ કરવામાં આવી છે.અંકલેશ્વર નગર સેવા સદનના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલે શહેરના તમામ પાત્ર યુવાનો અને યુવતીઓને આ તકનો લાભ લઈ પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવવા અપીલ કરી છે.
Latest Stories