ભરૂચ એસ.ટી.વિભાગમા ભરતી
358 કંડકટરોની ભરતી કરાય
નવા જોડાયેલ કંડકટરોને નિમણુંક પત્રો અપાયા
125 મહિલા કંડકટરોનો પણ સમાવેશ
એસ.ટી.ના અધિકારીઓ-કર્મચારીઓ રહ્યા ઉપસ્થિત
ભરૂચ એસ.ટી.વિભાગમાં નવા જોડાનાર 358 કંડક્ટરોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે એસ.ટી.ના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્ય સરકાર દ્વારા એસ.ટી. વિભાગમાં 2320 નવા કંડકટરોની નિમણૂકની જાહેરાત બાદ ભરૂચ જિલ્લા માટે 358 કંડકટરોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે. આ પૈકી 200 કંડકટરોએ હાજર રહી જવાબદારીઓ સંભાળવા તૈયાર થયા છે. તેમને એસ.ટી.ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કંડકટરની કામગીરી અંગે વિશેષ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લાના અલગ-અલગ ડેપોમાં 125 જેટલી મહિલા કંડકટરોની નિમણૂક કરવામાં આવી છે.
આ નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમ ડિવિઝનલ કંટ્રોલ હેડ આર.પી. સિરમલિયાની અધ્યક્ષતામાં યોજાયો હતો. અધિકારીઓએ જણાવ્યુ કે નવા કંડકટરોની નિમણૂકથી એસ.ટી. સેવામાં વધુ ગતિ આવશે અને મુસાફરોને પણ સારો અનુભવ પ્રાપ્ત થશે.