ભરૂચ-અંકલેશ્વરમાં  50 જેટલા પક્ષીઓ પતંગના ઘાતક દોરાથી ઈજાગ્રસ્ત, 9 પક્ષીના મોત

પતંગના દોરાના ભરૂચ અંકલેશ્વરમાં અંદાજિત 50 જેટલા ઈજાગ્રસ્ત પક્ષીઓ જીવદયાપ્રેમી સંસ્થાઓ અને વનવિભાગ પાસે પહોંચ્યા હતા. તો 9 પક્ષીઓ મૃત્યુ પામ્યા

New Update
  • ઉતરાયણ પર્વની મજા પક્ષીઓ માટે મોતની સજા બની

  • ભરૂચ અંકલેશ્વરમાં 50 જેટલા પક્ષી ઘવાયા

  • 9 પક્ષીના મોત નિપજ્યા

  • વન વિભાગ અને જીવદયા પ્રેમી સંસ્થાએ જીવ બચાવવા કર્યા પ્રયાસ

Advertisment
ભરૂચ-અંકલેશ્વરમાં  50 જેટલા પક્ષીઓ પતંગના ઘાતક દોરાથી ઈજાગ્રસ્ત થયા હતા જે પૈકી 9 પક્ષીના મોત નિપજ્યા હતા માનવીઓ માટેની ઉતરાયણ પર્વની મજા પક્ષીઓ માટે મોતની સજા બની જતી હોય છે. પતંગના દોરાના ભરૂચ અંકલેશ્વરમાં અંદાજિત 50 જેટલા ઈજાગ્રસ્ત પક્ષીઓ જીવદયાપ્રેમી સંસ્થાઓ અને વનવિભાગ પાસે પહોંચ્યા હતા. તો 9 પક્ષીઓ મૃત્યુ પામ્યા હતા.
પતંગના દોરાના કારણે અકસ્માત અને ઈજાઓ અટકાવવા અદાલત, સરકાર અને જીવદયા પ્રેમી સંસ્થાઓએ અનેક પ્રયાસ હાથ ધર્યા હતા. ચાઈનીઝ અને કાચવાળા દોરાનો વપરાશ ન થાય તે માટે ગુજરાત હાઇકોર્ટે પણ કડક સૂચનાઓ આપી હતી. ભરૂચ- અંકલેશ્વરમાં આ પ્રયાસો વચ્ચે પણ પક્ષીઓની ઇજાના મામલા સામે આવ્યા છે. ભરૂચ-અંકલેશ્વરમાં અંદાજિત ૫૦થી વધુ  ઈજાગ્રસ્ત પક્ષી મળી આવ્યા હતા.આ પક્ષીઓ હાલમાં સારવાર હેઠળ છે.
Latest Stories