New Update
અંકલેશ્વર જીઆઇડીસીમાં વરસાદના ભેજવાળા વાતાવરણમાં ઉદ્યોગોની ચીમની માંથી નીકળતો ધુમાડો મિક્સ થવાના કારણે કૃત્રિમ ધુમ્મસ સર્જાયું હતું.
અંકલેશ્વરમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે,જેના કારણે પ્રથમ નજરે જોતા કોઈ હિલ સ્ટેશન જેવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે,પરંતુ વાતાવરણમાં સર્જાયેલા ધુમ્મસનું આવરણ કોઈ કુદરતી નથી પરંતુ કૃત્રિમ છે, કૃત્રિમ એટલા માટે કે અંકલેશ્વરના ઉદ્યોગોની ચીમની માંથી નીકળતા ધુમાડા ભેજવાળા વાતાવરણમાં મિક્સ થવાના કારણે વાતાવરણમાં ધુમાડાની ચાદર પથરાય જાય છે,અને વાતાવરણ ધુમ્મસમય બની જાય છે. અને આ અંગેની લોકમુખે ફરિયાદો ઉઠવાના કારણે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ટીમ દોડતી થઈ ગઈ હતી.અને જીપીસીબી દ્વારા વરસાદમાં ઉદ્યોગોને પોતાના ઇન્સિનેટર બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે,પરંતુ બેજવાબદાર ઉદ્યોગો બેફામ બનતા જીપીસીબી દ્વારા મોનીટરીંગ કરીને કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
તો બીજી તરફ, અંકલેશ્વરના પાનોલી જીઆઇડીસી વિસ્તારમાં પણ વધતા જતા વાયુ પ્રદુષણના કારણે આસપાસના ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. આજરોજ વરસેલા વરસાદ બાદ કંપનીઓમાંથી નીકળતા ધુમાડાનું આવરણ વાતાવરણમાં ભળી જતા એક જાગૃત નાગરિકે પોતાના મોબાઈલ કેમેરામાં વિડીયો કેદ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. જોકે, હવે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જે તે ઉદ્યોગો સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.
Latest Stories