ભરૂચ: ઝાડેશ્વરમાં અરુણોદય વસ્તી હિન્દૂ સંમેલન યોજાયું, મોટી સંખ્યામાં લોકો જોડાયા

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી 110 સોસાયટીના આગેવાનો દ્વારા અરૂણોદય વસ્તિ સમિતી બનાવાઇ છે. જેના ભાગરૂપે અરૂણોદય વસ્તી હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ઝાડેશ્વર વિસ્તારમાં આયોજન

  • અરુણોદય હિન્દૂ સંમેલન યોજાયું

  • હિન્દૂ એકતા અંગે અપાયું માર્ગદર્શન

  • મોટી સંખ્યામાં લોકો જોડાયા

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં અરુણોદય વસ્તી હિન્દૂ સંમેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં હિન્દૂ સમાજના સભ્યો જોડાયા હતા. ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી 110 સોસાયટીના આગેવાનો દ્વારા અરૂણોદય વસ્તિ સમિતી બનાવાઇ છે. જેના ભાગરૂપે રવિવારે ઝાડેશ્વર રોડ પર આવેલાં એન. કે. પેટ્રોલપંપ પાસે અરૂણોદય વસ્તી હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું હતું.
જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના આગેવાનો, મહાનુભાવો તથા સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં. હિન્દુ સમર્થ ભારતના મંત્ર સાથે સંગઠિત સમાજ થકી રચનાત્મક કાર્યોના નિર્માણ અને સમાજ અને રાષ્ટ્ર સામે આવનાર ચુનોતીઓનો સંગઠીત સજ્જન શક્તીના માધ્યમથી નિવારણ કરવા અને સમર્થ ભારતના નિર્માણ અર્થે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યમાં લોકોએ હાજર રહી હિન્દુ જીવન પદ્ધતીના કાર્યો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
Latest Stories