ચૂંટણીપંચ દ્વારા SIRનો કરાયો છે આદેશ
ભરૂચમાં SIRની કામગીરીનો કરાયો પ્રારંભ
મામલતદારની અધ્યક્ષતામાં કામગીરીનો પ્રારંભ
13.10 લાખથી વધુ મતદારોનો થશે સર્વે
1342 બી.એલ.ઓ.SIRની કામગીરીમાં જોડાયા
ભારતના ચૂંટણીપંચના આદેશ મુજબ ભરૂચમાં પણ મામલતદારની અધ્યક્ષતામાં સ્પેશિયલ ઇન્ટેસિવ રિવિઝન (SIR)ની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.જેમાં 1342 બી.એલ.ઓ.દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યો છે.
ભારતના ચૂંટણીપંચના આદેશ મુજબ ભરૂચ જિલ્લાના પાંચ વિધાનસભા મત વિસ્તારમાં બી.એલ.ઓ. દ્વારા 1342 મતદાન મથકોના મતદારોની ચકાસણી અને સર્વેની કામગીરી મામલતદાર માધવી મિસ્ત્રીની આગેવાનીમાં શરૂઆત થતાં મતદારોનો પણ અદભૂત સહકાર મળી રહ્યો છે.
ભરૂચ જિલ્લાના પાંચ વિધાનસભા મતવિસ્તાર જંબુસર, વાગરા, ઝઘડીયા, ભરૂચ, અંકલેશ્વરમાં તારીખ 01-01-2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત ભરૂચમાં તબક્કાવાર કુલ 1342 મતદાન મથકોના 1342 બી.એલ.ઓ. દ્વારા તારીખ 04-11-2025 થી 04-12-2025 સુધીમાં 13 લાખ 10 હજાર 600 મતદારો પાસે ડોર ટુ ડોર બી.એલ.ઓ.ના ફોર્મ મતદારોને પહોંચાડી સર્વેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ કામગીરીમાં ભરૂચ ગ્રામ્ય મામલતદાર માધવી મિસ્ત્રી સહિતની ટીમ જોડાય છે. નંદેલાવ ગ્રામ પંચાયતથી બી.એલ.ઓ.ની કામગીરી શરૂ કરવામાં આવતા સોસાયટી અને ગામના લોકોએ ઉત્સાહથી ભાગ લઈને સહકાર આપ્યો હતો.