/connect-gujarat/media/media_files/2025/12/14/awerness-camp-2025-12-14-17-33-28.jpg)
ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે “માનવ અધિકારો” વિષયક જાગરૂકતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં પોલીસ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે તા. 14 ડિસેમ્બર 2025’ના રોજ “માનવ અધિકારો” અંગે જનજાગરૂકતા ફેલાવવાના શુભ આશયથી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં પોલીસ હેડક્વાર્ટર ઇન્ચાર્જ ડીવાયએસપી ડો. અનિલ સિસારા, એડવોકેટ અશ્વિની દેશમુખ તેમજ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલ પ્રીમિલાબેન દ્વારા માનવ અધિકારો, કાનૂની જોગવાઈઓ અને સમાજમાં તેની મહત્તા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વક્તાઓએ માનવ અધિકારોના સંરક્ષણ અને તેની જાગરૂકતા અંગે માહિતી આપી દરેક નાગરિકને પોતાના અધિકારો વિશે માહિતગાર રહેવા અપીલ કરી હતી. સમગ્ર સેમિનાર અંતે ઉપસ્થિતોના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપવામાં આવ્યા હતા, અને કાર્યક્રમને સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. આ પ્રસંગે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં પોલીસ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.