ભરૂચ: 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા નવા વર્ષની કરવામાં આવી ઉજવણી,કેક કાપી ઉજવણી કરાય

ભરૂચ જિલ્લામાં 108 સેવા દ્વારા નવા વર્ષની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં કર્મચારીઓ જોડાયા હતા. ભરૂચમાં 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા જિલ્લા ઓફિસ ભરૂચ ખાતે નવા વર્ષની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા આયોજન

  • નવા વર્ષની કરવામાં આવી ઉજવણી

  • કેક કાપી ઉજવણી કરાય

  • 108ના કર્મચારીઓ જોડાયા

આ કાર્યક્રમમાં EMRI GREEN HEALTH SERVICES સંચાલિત વિવિધ પ્રોજેક્ટ જેવા કે 181 મહિલા અભયમ હેલ્પલાઇન, 112 જનરક્ષક, ખિલખિલાટ, 108 એમ્બ્યુલન્સ સેવા, મોબાઈલ હેલ્થ યુનિટ, મોબાઈલ વેટનરી ડિસ્પેન્સરીમાં કાર્ય કરતાં કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે કર્મચારીઓ સાથે મળીને કેક કાપવામાં આવી હતી.
આ સાથે એક પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધવલ પારેખ પ્રોગ્રામ મેનેજર, ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ હનીફ બલુચી, ઉપેન્દ્ર ત્રિપાઠી, ચેતન જાદવ અને યોગેશ દોશી દ્વારા કરવામાં આવ્યું હતું.
Latest Stories