ભરૂચ: દિવાળીના તહેવારો દરમ્યાન 108 ઇમરજન્સી સેવા સજ્જ,એમ્બ્યુલન્સની સંખ્યામાં વધારો

દિવાળીના તહેવાર દરમિયાન આગ અને અકસ્માતના બનાવો વધતા હોય છે. જેને ધ્યાનમાં રાખી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા લોકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તૈયારીઓ કરવામાં આવી છે.

New Update
  • દિવાળી દરમ્યાન આગ-અકસ્માતના બનાવોમાં થાય છે વધારો

  • 108 ઈમરજન્સી સેવા દ્વારા કરવામાં આવ્યું આગોતરું આયોજન

  • લોકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તૈયારીઓ કરાય

  • એમ્બ્યુલન્સની સંખ્યામાં કરવામાં આવ્યો વધારો

દિવાળીના તહેવાર દરમિયાન આગ અને અકસ્માતના બનાવો વધતા હોય છે. જેને ધ્યાનમાં રાખી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા લોકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તૈયારીઓ કરવામાં આવી છે.
આપણે જાણીએ છીએ તેમ, સામાન્ય દિવસો કરતા દિવાળીના તહેવાર દરમિયાન આગ અને અકસ્માતના બનાવોમાં સતત વધારો જોવા મળતો હોય છે. ભરૂચ જિલ્લાની પરિસ્થિતિ જોઈએ તો સામાન્ય દિવસોમાં આશરે ૧૦૪  જેટલા કેસો નોંધાતા હોય છે જે દિવાળી તહેવાર નિમિત્તે દિવાળીના રોજ લગભગ ૧૩૨ જેટલા કેસો એટલે કે ૨૬.૯૨ % જેટલા વધારે, નવા વર્ષના દિવસે ૧૩૩ જેટલા કેસો એટલે કે ૨૭.૮૮%  જેટલા વધારે તથા ભાઈબીજના દિવસે  ૧૨૫ જેટલા કેસ એટલે કે ૨૦.૧૯%  કેસ વધારો નોંધાય એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.ભરૂચ જિલ્લામાં કુલ 40 જેટલી 108 એમ્બ્યુલન્સની ટીમના 130 જેટલા કમૅચારીઓ
આ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ બન્યા છે.
Latest Stories