શક્તિનાથ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાલય ખાતે આયોજન
નારાયણ વિદ્યાલયના આચાર્ય-ગાયત્રી પરિવારનો સહયોગ
128 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું
વિદ્યાર્થીઓમાં આધ્યાત્મિકતાના હેતુથી ગાયત્રી યજ્ઞ યોજાયો
મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો
ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાલય ખાતે 128 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત નારાયણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત નારાયણ વિદ્યાલય ખાતે 128 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓમાં આધ્યાત્મિકતા, ઉર્જા સંચય અને સકારાત્મક ઉર્જાનું કેન્દ્ર બિંદુ બની ઝળહળી ઉઠે તેવા શુભાશયથી શૈક્ષણિક સંસ્થાના ડાયરેક્ટર ડો. ભગુ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ગાયત્રી પરિવારના સહયોગથી શાળાના પટાંગણમાં વિદ્યાર્થીઓ અને કર્મચારીગણ દ્વારા 128 કુંડી ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1024 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ગાયત્રી મંત્રોચ્ચાર સાથે આહુતિ આપી હતી. શ્રીફળ હવન બાદ મહાઆરતી અને મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.