New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
મેહદવિયહ ઈજતિમાઇ નિકાહ કમીટી દ્વારા આયોજન
12મા સમૂહ લગ્નોત્સવનું આયોજન
56 યુગલોના લગ્ન કરાવાયા
મુસ્લિમ સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત
ભરૂચના મોટા ડભોઈવાડમાં મેહદવિયહ સમાજની મેહદવિયહ ઈજતિમાઇ નિકાહ કમીટી દ્વારા 12મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. ભરૂચના મોટા ડભોઈવાડમાં મેહદવિયહ સમાજની મેહદવિયહ ઈજતિમાઇ નિકાહ કમીટી દ્વારા બારમાં ૧૨ સમૂહ લગ્નનું આયોજન કરાયુ હતું.જેમાં 56 યુગલોના લગ્ન કરાવવામાં આવ્યા હતા.
સમૂહ લગ્નનું આયોજન કરી સમાજના પરિવારોને મોટા ખર્ચથી બચાવી કમીટીએ સમાજ પ્રત્યે જવાબદારી નિભાવી હતી આ સમૂહ લગ્નમાં ગુજરાત સહીત દેશ-વિદેશમાં વસતા મેહદવિયહ સમાજના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ઇજતિમાઇ નિકાહ કમીટીના સભ્ય હાજી ઇસ્માઇલભાઇ કુઇવાલા,હાજી ઇલ્યાસભાઈ કટલરીવાલા,સલીમ પંખાવાલા,ઈલ્યાસ ફૂટવાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories