ભરૂચ: શહેરીજનો માટે ભર ઉનાળે 15 દિવસનો પાણીકાપ, એક સમય જ મળશે પાણી !

ભરૂચ નગર પાલિકા દ્વારા સરદાર સરોવર નર્મદા નિગમની અમલેશ્વર બ્રાંચ કેનાલ મારફતે રો-વોટર મેળવી અયોધ્યાનગર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલ ટાંકી પરથી શહેરીજનોને પાણી પુરવઠો પુરો પાડવામાં આવે છે.

New Update
  • ભરૂચમાં ભર ઉનાળે પાણીકાપ

  • દિવસમાં એક જ વાર મળશે પાણી

  • 15 દિવસ સુધી એક જ સમય પાણી અપાશે

  • કેનાલોની સાફ સફાઈ માટે લેવાયો નિર્ણય

  • 30 એપ્રિલથી કેનાલ થશે બંધ

ભરૂચ શહેરના 3 લાખ જેટલા લોકોને ભર ઉનાળે આગામી 15 દિવસ સુધી એક ટાઈમ પાણી કાપ ભોગવવાનો વારો આવ્યો છે.
ભરૂચ નગર પાલિકા દ્વારા સરદાર સરોવર નર્મદા નિગમની અમલેશ્વર બ્રાંચ કેનાલ મારફતે રો-વોટર મેળવી અયોધ્યાનગર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલ ટાંકી પરથી શહેરીજનોને પાણી પુરવઠો પુરો પાડવામાં આવે છે.
સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા મિયાંગામ તેમજ અમલેશ્વર બ્રાન્ચ કેનાલ મરામતના કારણોસર 30 એપ્રિલથી બંધ કરવામાં આવનાર છે. કેનાલ રિપેરીંગ માટે બંધ કરાનાર હોઈ માતરિયા તળાવના સંગ્રહિત પાણીના જથ્થામાંથી તેમજ ટ્યુબવેલમાંથી પાણી મેળવી કેનાલ રિપરિંગની કામગીરી પુર્ણ થાય એટલે કે 15 મે સુધી શહેરના તમામ વિસ્તારોમાં  દિવસમાં એક સમય પાણી આપવામાં આવશે. જે અંગેનું ટાંકી અને વિસ્તારો સાથેનું સમયપત્રક પાલિકા દ્વારા જારી કરવામાં આવ્યું છે.શહેરના 3 લાખ જેટલા શહેરીજનોને આગામી 15 દિવસ સુધી એક સમય જ પાણી મળનાર હોય ત્યારે આકરી ગરમીમાં તેઓની હાલત કફોડી બની શકે છે.
Read the Next Article

નર્મદા : ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની લીધી મુલાકાત

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મી, જુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

New Update

ખાતરી સમિતિSOUની મુલાકાતે

સભ્યોએ લીધીSOUની મુલાકાત

સરદાર સાહેબની પ્રતિમાના કર્યા દર્શન

ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા

આ પ્રસંગે પીએમ મોદીનો માન્યો આભાર

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મીજુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિના પ્રમુખ કિરીટસિંહ રાણાની આગેવાની હેઠળ સમિતિના સભ્ય કિરીટકુમાર પટેલ,સુખાજી ઠાકોર હાર્દિક પટેલકિરીટસિંહ ડાભી અને ભગા બારડે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) પરિસરની મુલાકાત લીધી હતી.સભ્યોએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી આ ભવ્ય પ્રતિમાની સમક્ષ ઊભા રહીને ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે તેમણે સરદાર સાહેબના વિચારો અને દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ બહુમૂલ્ય યોગદાનને યાદ કરીને પ્રતિમાના દર્શન કરીને ભાવવંદના કરી હતી.

આ પ્રસંગે સમિતીના સભ્ય હાર્દિક પટેલે જણાવ્યુ કેસ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પ્રતિમા નથી પણ ભારત દેશના સ્વાભિમાનનું સ્થાન છેસરદાર પટેલનો શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર ભારતમાં પ્રસર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શનમાં સરદાર પટેલે કરેલા સંઘર્ષની હકીકત બતાવવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે. 

ખાતરી સમિતીના સભ્ય કિરીટ પટેલે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું કેઆજે સમિતિના ચેરમેન અને સભ્યો સાથે મુલાકાત કરીસૌથી પહેલા સુંદર પ્રતિમા બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર  મોદીને આવ્યોતેમને અભિનંદન આપું છુઆજે વિશ્વસ્તરે સુંદર મૂર્તિ તેઓએ બનાવી છે. લોખંડી પુરુષ સરદાર પટેલે સમગ્ર ભારતને એક તાંતણે જોડયો હતોતેમનું યોગદાન લોકોના દિલ અને દિમાગમાં રહે તે માટે પ્રદર્શન કક્ષમાં સુંદર વ્યવસ્થા કરી છે તેમને અભિનંદન આપુ છે અને ખાસ કરીને જે લોકોને આ વિચાર આવ્યો હોય તેમનો આભાર માનું છુ.