ભરૂચ: સરકારી ઇજનેરી કોલેજ ખાતે 2 દિવસીય ટેક્નિકલ ફેસ્ટિવલ TECHTONICનો પ્રારંભ

ભરૂચની સરકારી ઈજનેરી કોલેજ ખાતે બે દિવસીય ટેકનિકલ ફેસ્ટિવલ TECHTONIC ૨૦૨૫નો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં 1700 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • સરકારી ઇજનેરી કોલેજ ખાતે આયોજ 

  • ટેક્નિકલ ફેસ્ટિવલનો કરાયો પ્રારંભ

  • 1700 વિદ્યાર્થીઓએ લીધો ભાગ

  • આમંત્રિતો રહ્યા ઉપસ્થિત

Advertisment
ભરૂચની સરકારી ઈજનેરી કોલેજ ખાતે બે દિવસીય ટેકનિકલ ફેસ્ટિવલ TECHTONIC ૨૦૨૫નો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં 1700 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
અંકલેશ્વર ઓ.એન.જી.સી,દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન,ડી-વિવિડ કન્સલ્ટન્ટ, કરિયર ક્રાફ્ટ કન્સલ્ટન્ટ, પ્રિન્સ ઇલેક્ટ્રિકલ,એક્યુમેન સહિતના વિવિધ ઉદ્યોગો,સંસ્થાઓના સહયોગથી વિદ્યાર્થીઓના ટેક્નિકલ કૌશલ્ય, ઇનોવેશન અને ક્રિએટિવિટીને પ્રોત્સાહન પૂરું પાડવા માટે આજથી બે દિવસી ટેકનિકલ ફેસ્ટિવલ TECHTONIC ૨૦૨૫નો ભરૂચની સરકારી ઈજનેરી કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જે ટેકનિકલ ફેસ્ટિવલ TECHTONIC ૨૦૨૫નો એચ.ઓ.ડી.,ઈ.સી.ના કન્વીનર પ્રોફેસર કે.જી. ભુવા અને આચાર્ય ડો. પ્રદીપ લોઢા અને ટેકનિકલ ફેસ્ટિવલ કોઓર્ડિનેટર પ્રશાંત કે. શાહના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેમાં વિવિધ ૪૦ કોલેજોના ૧૭૦૦ વિદ્યાર્થીઓએ વિવિધ ટેકનિકલ ઇવેન્ટ્સમાં ભાગ લીધો હતો.વિકસિત ભારતની થીમ અને સંકલ્પ સાથે વિવિધ ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
Advertisment
Read the Next Article

ભરૂચ: ભોલાવ વિસ્તારમાં તિરંગા યાત્રા નીકળી, 1200 ફૂટ લાંબો તિરંગો આકર્ષણનું કેન્દ્ર

કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા ઘાતકી આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ દેખાડેલા અસાધારણ શૌર્ય અને બલિદાનની યાદમાં સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે

New Update
Bharuch Tiranga Yatra
  • ભરૂચના ભોલાવ વિસ્તારમાં આયોજન

  • તિરંગા યાત્રાનું આયોજન કરાયું

  • સેનાના સાહસને બિરદાવાયુ

  • 1200 ફૂટ લાંબો તિરંગો આકર્ષણનું કેન્દ્ર

  • મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા

Advertisment
ભરૂચના ભોલાવ વિસ્તારમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 1200 ફૂટના તિરંગા સાથે મોટી સંખ્યામાં શહેરીજોનો જોડાયા હતા જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા ઘાતકી આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ દેખાડેલા અસાધારણ શૌર્ય અને બલિદાનની યાદમાં સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે જે અંતર્ગત ભરૂચ જિલ્લાના ભોલાવ વિસ્તારમાં આજે  વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી.
Tiranga yatra
ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી,માજી ધારાસભ્ય દુષ્યંત પટેલ, નિરલ પટેલ, દિવ્યેશ પટેલ સહિતના આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાય હતી.
જેમાં 1200 ફૂટ લાંબા ભવ્ય તિરંગા સાથે શહેરીજનો તથા વિવિધ સમાજો અને સંગઠનોના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. યાત્રાની શરૂઆત તુલસીધામથી થઈ હતી અને ત્યાંથી સોમનાથ મહાદેવ મંદિર સુધી દેશભક્તિની ધ્વનિ ગુંજતી રહી હતી.
Advertisment