ભરૂચ : ફલશ્રુતિનગરમાં ઇમારતની ગેલેરી તૂટી પડતાં 2 વાહનોને નુકશાન, 3 લોકોનો આબાદ બચાવ CCTVમાં કેદ

ભરૂચ શહેરના ફલશ્રુતિનગરમાં એક ઇમારતની ગેલેરીનો ભાગ ધરાશાયી થઈ તૂટી પડતાં 2 વાહનોને નુકશાન પહોચ્યું હતું.

New Update

શહેરના ફલશ્રુતિનગર વિસ્તારમાં બની હતી ઘટના

ઇમારતની ગેલેરીનો ભાગ અચાનક થયો ધરાશાયી

કાટમાળ તૂટી પડતાં 2 વાહનોને પહોચ્યું મોટું નુકશાન

દુકાન માલિક સહિત 3 લોકોનો આબાદ બચાવ થયો

સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTVમાં કેદ થઈ

ભરૂચ શહેરના ફલશ્રુતિનગરમાં એક ઇમારતની ગેલેરીનો ભાગ ધરાશાયી થઈ તૂટી પડતાં 2 વાહનોને નુકશાન પહોચ્યું હતું.

ભરૂચ શહેરના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ ફલશ્રુતિનગરમાં એક ઇમારતની ગેલેરીનો ભાગ અચાનક ધરાશાયી થઈને તૂટી પડ્યો હતોજ્યાં રોશની ઓપ્ટિક દુકાન નજીક પાર્ક કરેલ 2 ટુ વ્હીલર વાહનો કાટમાળ નીચે દબાઈ જતાં ભાંગી પડ્યા હતા. એકાએક ગેલેરીનો ભાગ તૂટી પડતાં આસપાસના લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કેઆજરોજ દુકાનનું રી-ઓપનિંગ કરવામાં આવ્યું હતું. જેના કારણે દુકાનમાં લોકોની અવરજવર પણ વધુ હતી. તેવામાં દુકાન માલિક સહિત 3 લોકોનો આબાદ બચાવ થયો હતો. જોકેગેલેરીનો ભાગ ધરાશાયી થવાની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં પણ કેદ થઈ જવા પામ્યા હતા.

Latest Stories