ભરૂચ: આવતીકાલથી 5 દિવસ 2.75 લાખ શહેરીજનોને એક જ સમય પાણી મળશે, પાઇપલાઇનની કામગીરીના પગલે નિર્ણય

ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરના લિંક રોડ પર નવી પાઇપલાઇન નાખવાની કામગીરીના પગલે  આવતીકાલ તારીખ 12 ફેબ્રુઆરીથી 5 દિવસ માટે શહેરમાં એક જ સમય પાણી આપવામાં આવશે.

New Update
  • ભરૂચ નગર સેવા સદન દ્વારા લેવાયો નિર્ણય

  • પાણીની પાઇપ લાઈનની કરવામાં આવશે કામગીરી

  • આવતીકાલથી 5 દિવસ શહેરમાં પાણી કાપ

  • એક જ સમય પાણી આપવામાં આવશે

  • પાણી સાચવીને વાપરવા અનુરોધ 

ભરૂચ પાલિકા દ્વારા સરદાર સરોવરની અમલેશ્વર બ્રાંચ કેનાલ મારફતે રો-વોટર મેળવાય છે. જે અયોધ્યાનગર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી શહેરમાં આવેલ ટાંકી પરથી શહેરીજનોને પાણી પુરવઠો અપાઈ છે.અમૃત 2.0 અંતર્ગત ભરૂચ શહેરને પીવાનો પાણી પુરવઠો પુરો પાડવા માટે સરદાર સરોવરની ચાવજ અમલેશ્વર બ્રાન્ચ કેનાલથી માતરીયા તળાવ સુધી પીવાના પાણીની 1422 એમએમ વ્યાસ ધરાવતી એમ.એસ પાઇપલાઈન મંજુર થઈ છે. 
ગુજરાત શહેરી વિકાસ કંપની પી.આઈ.યુ.- સુરત કચેરીના સંપૂર્ણ સુપરવિઝન હેઠળ ઇજારદાર પી.દાસ ઇન્ફ્રાસ્ટ્રકચર અમદાવાદ દ્વારા કામ પ્રગતિમાં છે. કામગીરી હેઠળ શ્રવણ ચોકડી, નારાયણ ગાર્ડન સોસાયટી પાસે, ગરમિયા કાંસ પછી તેમજ 1200 નંબરની ચેઈનેજ પાસે હયાત પાઈપલાઈન ક્રોસિંગ/પુશિંગ કરી નવી  1400 એમ.એમ વ્યાસની M.S પાઈપલાઈન નાખવાની કામગીરી ગુરૂવારથી હાથ ધરાનાર છે. જે માટે 12 થી 16 ફેબ્રુઆરી સુધી કેનાલમાંથી માતરિયા ઈન્ટેકવેલ ખાતે પાણી લેવાનું બંધ કરાશે.
માતરિયા તળાવના સંગ્રહિત પાણીના જથ્થામાંથી તેમજ ટ્યુબવેલમાંથી પાણી મેળવી ભરૂચ શહેરના તમામ 25 વિસ્તારોમાં દિવસમાં એક સમય પાણી અપાશે. શહેરના પોણા ત્રણ લાખ લોકોને પાણીનો જરૂરી સંગ્રહ કરવા, પાણી કરકસરપૂર્વક વાપરવા તેમજ સહકાર આપવા અનુરોધ કરાયો છે. પાલિકા દ્વારા 17 ફેબ્રુઆરીથી રાબેતા મુજબ બે ટાઈમ પાણી અપાશે.
Latest Stories