New Update
/connect-gujarat/media/media_files/2025/04/04/bEXtSUl3jPIDPEC7DBpH.jpeg)
ગુજરાત રાજ્યને આગામી વર્ષોમાં ૧૦૦% પ્રાકૃતિક કૃષિયુક્ત બનાવવા માટે મિશન મોડમાં પ્રયાસો થઈ રહ્યા છે. આ પ્રયાસોના ભાગરૂપે ભરૂચ જીલ્લામાં પણ હાલ ૩૫૨૨૭ ખેડૂતો ૨૦૩૪૮ એકરમાં પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. વર્ષ પ્રમાણે વિગતવાર જોઈએ ૨૦૨૧-૨૨માં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે ૩૯૧ જેટલી તાલીમોમાં ૯૭૧૨ ખેડૂતો માહિતગાર થયા, અનુક્રમે વર્ષ ૨૦૨૨-૨૩માં ૨૧૯૭ જેટલી તાલીમોથી ૫૭૦૯૫ જેટલા ખેડૂતો, વર્ષ ૨૦૨૩-૨૪માં ૭૧૫૮ તાલીમો દ્વારા ૨૦૪૩૭૦ જેટલા ખેડૂતો તથા ૨૦૨૪-૨૫માં ૩૮૦૧ જેટલી તાલીમો દ્વારા ૧૧૦૮૩૧ એમ કુલ ૧૩૫૪૭ તાલીમો દ્વારા ૩૮૨૦૦૮ જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીથી વાકેફ કરાયા હતા.
ભરૂચ જિલ્લામાં ખેડુતો પ્રાકૃતિક કૃષિ જોઇ શકે અને જોઇને તે અપનાવી શકે તે માટે પ્રાકૃતિક મોડેલ ફાર્મ બનાવવામાં આવી રહ્યા છે. વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૨૨ લક્ષ્યાંક સામે ૧૨૨ મોડેલ ફાર્મ બનાવવામાં આવેલ હતા. ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૩૦ લક્ષ્યાંક સામે ૧૩૦ મોડેલ ફાર્મ બનાવાવામાં આવેલ છે અને મોડેલ ફાર્મ બનાવવાની કામગીરી હાલ પણ ચાલુ છે.
/connect-gujarat/media/media_files/2025/04/04/VePkG9JzacIULwRkqfHY.jpeg)
પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે કૃષિ ઉત્કર્ષ પહેલ અંતર્ગત ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને લગતાં પ્રયાસો થકી તેના પરિણામ સુધી જિલ્લાના ખેડૂતો પહોંચ્યા છે. ભરૂચ જિલ્લાના ૪૦૦૭ જેટલાં ખેડૂતો પ્રાકૃતિક ખેતીના ઉત્પાદન માટે GOPKA અને APEDAમાં સર્ટિફાઇડ બન્યા છે.
ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો માટે દેશી ગાય નિભાવ ખર્ચ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૫માં ૨૯૬૦ ખેડૂતોને એપ્રિલ-૨૦૨૪ થી સપ્ટેમ્બર-૨૦૨૪ એમ કુલ છ માસના રૂ.૫૪૦૦/- લેખે કુલ રૂ.૧,૫૯,૮૪,૦૦૦/-ની સહાય નિભાવ ખર્ચ સ્વરૂપે આપવામાં આવી છે.
Latest Stories