New Update
ભરૂચના આમોદ નગરમાં જાહેરમાં ઝપાઝપી કરી આતંક ફેલાવનાર ચાર અસામાજીક તત્વોને આમોદ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના 7આમોદ નગરમાં શનિવાર રોજ કેટલાક અસામાજીક તત્વોએ આમોદ પોલીસ મથકના ૫૦૦ મીટરની નજીક જ જાહેરમાં મારામારી કરી આતંક મચાવ્યો હતો.તેમનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
આ મામલે આમોદ પોલીસે વાયરલ વીડિયોની તપાસ કરી જાહેરમાં મારામારી કરી તમાશો કરનારા ટોળામાંથી ચાર ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.જે વીડિયોને આધારે આમોદ પોલીસે અક્ષય કનુ રાઠોડ રહે.બુવા,જયેશ સુરેશ રાઠોડ રહે.બુવા,વિજય મગન વાઘેલા રહે.બુવા તથા વિશ્વાસ ખોડાભાઈ વસાવા રહે.આમોદની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી
Latest Stories