/connect-gujarat/media/media_files/2025/11/05/dub-mot-2025-11-05-16-48-04.png)
ભરૂચ જિલ્લાના પ્રસિદ્ધ પર્યટન સ્થળ કબીરવડ ખાતે ફરવા આવેલા 4 મિત્રોમાંથી એક યુવક નર્મદા નદીમાં ગરકાવ થઈ લાપતા બન્યો હતો. જેની સ્થાનિક તરવૈયાઓ સહિત ફાયર ફાઇટરોએ શોધખોળ શરૂ કરી હતી.
મળતી માહિતી અનુસાર, આજરોજ તા. 5 નવેમ્બર-2025’ની વહેલી સવારે આશરે 6 વાગ્યાના સમયે ભરૂચ જિલ્લાના નેત્રંગ ગામના 4 મિત્રો કબીરવડ ખાતે ફરવા માટે આવ્યા હતા, જ્યાં ચારેય મિત્રો કુદરતી સૌંદર્યનો આનંદ માણી રહ્યા હતા. તે દરમિયાન 2 મિત્રો નર્મદા નદીમાં નહાવા ઉતર્યા હતા, ત્યારે નદીમાં પાણીનો પ્રવાહ તેજ હોવાના કારણે એક મિત્ર તણાઈ ગયો હતો, જ્યારે બીજો મિત્ર કોઈ રીતે બહાર આવી ગયો હતો. જોકે, પાણીમાં ગરકાવ થયેલ યુવાનની ઓળખ નેત્રંગ ગામના 19 વર્ષીય આદર્શ વસાવા તરીકે થઈ છે. સાથી મિત્રો દ્વારા ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ ફાયર ટીમ તથા સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં યુવાનને શોધવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી.