ભરૂચ: હસ્તકલા કૌશલ્યને ખીલવવા હોસ્ટેલ ગ્રાઉન્ડ પર સરસ મેળાનું આયોજન, કલેકટર ગૌરાંગ મકવાણાના હસ્તે પ્રારંભ

હસ્તકલા કૌશલ્યને ખીલવવા યોજાયેલા સરસ' મેળામાં  ગુજરાત રાજયભરના ૫૦ જેટલા સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલ હસ્તકલાની વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે

New Update
Saras Fair
ગુજરાત રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં હસ્તકલા કૌશલ્યને ખીલવવા રોજગારની તકો પૂરી પાડવા ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડમાં પ્રાદેશિક સરસમેળાનું જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરૂચ અંતર્ગત ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લી. ધ્વારા સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સરસ મેળાને જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે અને પ્રાયોજના વહીવટીવટદારના હસ્તે રિબિન કાપી સરસ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો.
Saras Melo
હોસ્ટલ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા 'સરસ' મેળામાં  ગુજરાત રાજયભરના ૫૦ જેટલા સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલ હસ્તકલાની વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.મંડળની મહિલાઓ દ્વારા ઉન વર્ક, ઇમિટેશન વર્ક,પશુપાલન, અગરબત્તી, આયુર્વેદિક વસ્તુઓ, ઑક્સીડાઇઝડ જવેલરી બોક્સ, લાકડાના રમકડા સહિતની વસ્તુઓનું નિર્માણ કરી તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.