ભરૂચ: ધુમ્મસની ચાદરમાં શહેર ઢંકાયુ, ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ

ભરૂચમાં દિવાળીના તહેવાર સમયે આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ હતી ત્યારે લોકોએ ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો

author-image
By Connect Gujarat Desk
New Update

ભરૂચમાં ઠંડીનો અનુભવ

વહેલી સવારે ધૂમમ્સની ચાદર પથરાય

શહેર ધુમ્મસની ચાદરમાં ઢંકાયુ

વિઝીબ્લિટી ઘટતા વાહનચાલકોને મુશ્કેલી

બપોરના સમયે ગરમીનો અનુભવ

ભરૂચમાં દિવાળીના તહેવાર સમયે આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ હતી ત્યારે લોકોએ ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો

ભરૂચમાં દિવાળીના તહેવાર સમયે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે આજ રોજ સવારના સમયે શહેરમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ હતી. ધુમ્મસના કારણે સવારના સમયે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો સાથે જ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.આ વખતે પાછોતરા વરસાદ બાદ શિયાળો જાણે મોડો શરૂ થયો છે ત્યારે ધીમા પગલે ઠંડીનું આગમન થઈ રહ્યું છે.લ વહેલી સવારના સમયે લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે તો બપોરના સમયે ગરમીનો પણ અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી એક અઠવાડિયા સુધી મહત્તમ તાપમાનનો પારો 34 થી 37 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે ત્યારબાદ ઠંડીનું આગમન થઈ તેવી શક્યતા છે

Latest Stories