ભરૂચ: ઝઘડિયાના રાજપારડી નજીક કાર ડીવાયડર પર ચઢી ગઈ

ભરૂચના ઝઘડિયા ના રાજ પાડી નજીક કાર ડિવાઇડર પર ચઢી જતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે કારમાં બેઠલ લોકોનો આબાદ બચાવ થયો હતો

New Update

ભરૂચના ઝઘડિયાના રાજપારડી નજીકનો બનાવ

કાર ડીવાયડર પર ચઢી જતા અકસ્માત

કારમાં બેઠેલા લોકોનો બચાવ

સાઈન બોર્ડના અભાવે અકસ્માત થયો

માર્ગની પણ અત્યંત બિસ્માર હાલત

ભરૂચના ઝઘડિયા ના રાજ પાડી નજીક કાર ડિવાઇડર પર ચઢી જતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે કારમાં બેઠલ લોકોનો આબાદ બચાવ થયો હતો
ભરૂચના ઝઘડીયા તાલુકાના રાજપારડી ચાર રસ્તા નજીક ગતરાત્રીના  ઝઘડિયા તરફથી આવતી કાર સ્ટેટ હાઈવેના માર્ગ પર દિશા સૂચક બોર્ડના અભાવે સીધી ડીવાઈડર ઉપર ચઢી ગઈ હતી,  સદનસીબે ચાલક તેમજ કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો, ઝઘડીયાથી પસાર થતા સરદાર પ્રતિમાને જોડતો રાજ્ય ધોરીમાર્ગ પર ઠેર ઠેર ખાડા પડી જવાથી આ માર્ગ ખુબજ બિસ્માર બન્યો છે અને માર્ગ પર દિશા સૂચક બોર્ડના અભાવના કારણે અનેક વાહન ચાલકો ગુચવાય છે, સ્ટેટ હાઇવે પર ડીવાઈડરતો બનાવાયા છે પરંતુ કોઈપણ જાતના સાઈન બોર્ડ મૂકવામાં આવ્યા નથી જેને લઇ વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે, તાકીદે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગ પર કોઈ મોટો અકસ્માત થાય એ પેહલા દિશા સૂચક બોર્ડ લગાવે એવી લોક માંગ ઉઠવા પામી છે
Latest Stories