ભરૂચ: મનુબર રોડ નજીક દારૂ ભરેલી કાર બગડી ગઈ, બિનવારસી હાલતમાં જ છોડી દેવાઈ !

ભરૂચના મનુબર રોડ વિસ્તારમાં એક બિનવારસી કારે પોલીસ તંત્રને દોડતું કર્યું હતું.પોલીસે તપાસ કરતા અંદરથી બિનવારસી હાલતમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો 

New Update
  • ભરૂચના મનુબર રોડનો બનાવ

  • બિનવારસી હાલતમાં કાર મળી આવી

  • સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવી જાણ

  • કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો

  • કાર બગડી જતા બિનવારસી છોડી દેવાય હોવાનું અનુમાન

Advertisment
ભરૂચના મનુબર રોડ વિસ્તારમાં એક બિનવારસી કારે પોલીસ તંત્રને દોડતું કર્યું હતું.પોલીસે તપાસ કરતા અંદરથી બિનવારસી હાલતમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
ભરૂચમાં વાહનોથી ધમધમતા મનુબર રોડ વિસ્તારમાં બિનવારસી હાલતમાં ઇકો કાર મળી આવી હતી.સ્થાનિકોને કારમાં ખોખા નજરે પડતા તેઓએ આ અંગેની જાણ પોલીસને કરવામાં આવી હતી.ગટરમાંથી  માનવ અંગો મળી આવવાની ઘટના બાદ ભરૂચ પોલીસ વધુ એલર્ટ છે ત્યારે ઘટના સ્થળે બી ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો.પોલીસે વાહનને ખોલાવી તપાસ કરતા કારમાં દારૂની પેટીઓ નજરે પડી હતી.  દારૂ ભરેલી કાર બગડી જતા બિનવારસી  છોડી દેવાય હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.આ બાબતે પોલીસે કારના માલિક અને દારૂનો જથ્થો કોનો છે એ સહિતની દિશામાં તપાસ શરૂ કરી છે.
Advertisment
Latest Stories