ભરૂચ: હાંસોટમાં પુર ઝડપે જઈ રહેલ કાર ધડાકાભેર વીજ પોલ સાથે ભટકાય,ચાલકને ઇજા

હાંસોટમાં કારને અકસ્માત નડ્યો હતો.અંકલેશ્વર હાંસોટ રોડ પરથી પસાર થઈ રહેલ કાર અચાનક વીજ પોલ સાથે ધડાકાભેર ભટકાઈ હતી જેના પગલે અકસ્માત સર્જાયો

New Update
Hansot Car Accident
ભરૂચના તાલુકા મથક હાંસોટમાં કાર ધડાકાભેર વીજપોલ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો આ બનાવમાં કાર ચાલકને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અંકલેશ્વર નજીક આવેલ હાંસોટમાં કારને અકસ્માત નડ્યો હતો.અંકલેશ્વર હાંસોટ રોડ પરથી પસાર થઈ રહેલ કાર અચાનક વીજ પોલ સાથે ધડાકાભેર ભટકાઈ હતી જેના પગલે અકસ્માત સર્જાયો હતો.
વિજપોલ ધરશયી થઈ કાર પર જ પડતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ બનાવમાં કારચાલકને સામાન્ય ઇજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. કારચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાની માહિતી મળી રહી છે. બનાવની જાણ થતાની સાથે જ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. તો આ તરફ હાંસોટ પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે..
Read the Next Article

અંકલેશ્વર: NH 48 પર ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા, બિસ્માર માર્ગોના પગલે સમસ્યા

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અંકલેશ્વર નેશનલ હાઇવે

New Update
MixCollage-09-Jul-2025-08-21-PM-8778

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડી પરનો બ્રિજ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો છે.બીજી તરફ ચોમાસુ જામતા જ હાઇવે પર ખાડાઓની ભરમાર છે.તેવામાં રોજેરોજ ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે.વાહનોનું ભારણ અને બ્રિજ જર્જરિત,રસ્તા પર ખાડાઓ પડતા વાહન ચાલકો પોતાનો કિંમતી સમય સાથે ઇંધણ બગાડી રહ્યા છે.દિવસે દિવસે માથાના દુખાવા સમાન બનેલ આ ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં આવે તે જરૂરી છે.તંત્ર યોગ્ય નિરાકરણ લાવે એવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે