New Update
/connect-gujarat/media/media_files/2025/02/06/pxn9MUhGJK6MKW9ZqGVN.jpg)
ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેની અધ્યક્ષતામાં રિજેન્ટા હોટલ ભરૂચ ખાતે કિશોરીઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ માટે દિશા નિર્દેશક બનેલી કિશોરી ઉત્કર્ષ પહેલનો સમારોહ યોજાયો હતો.
આ પ્રસંગે કિશોરી ઉત્કર્ષ પહેલ હેઠળ પસંદ થયેલી કિશોરીઓએ પોતાના જીવનમાં થયેલા મહત્વપૂર્ણ પરિવર્તનો વિશેના અનુભવ રજૂ કર્યા હતા. જાગૃત કિશોરીઓએ સામૂહિક રૂપે એક પ્રતિજ્ઞા લીધી હતી. જેમાં તેઓએ તેમના વ્યક્તિગત વિકાસ, સમુદાય સેવા અને સામાજિક પરિવર્તન માટે પ્રતિબદ્ધ રહેવાની ઘોષણા કરી હતી. આ કાર્યક્રમ પ્રસંગે “તાલુકા જાગૃત કિશોરીઓ”ને પ્રસંશાપત્ર, પ્રોત્સાહક રકમ અને ઓએનજીસી અંકલેશ્વર એસેટ તરફથી ટેબ્લેટ પ્રોત્સાહન ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાશિક્ષણાધિકારી સ્વાતીબા રાઓલ,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.એસ. દુલેરા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories