ઝઘડીયાના રાજપારડી ગામે નિ:શુલ્ક નેત્ર નિદાન અને સારવાર શિબિર યોજાય

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે નિ:શુલ્ક નેત્ર નિદાન અને સારવાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

New Update
  • ઝઘડીયાના રાજપારડી ગામમાં આયોજન કરવામાં આવ્યું

  • સેન્ચુરી એન્કા લિ. તથા ઝઘડીયા સેવા રૂરલનો સહયોગ

  • નિ:શુલ્ક નેત્ર નિદાન અને સારવાર શિબિરનું આયોજન

  • જરૂરિયાતમંદ દર્દીઓને નિ:શુલ્ક ચશ્મા-દવાનું વિતરણ

  • મોટી સંખ્યામાં આસપાસના લોકોએ કેમ્પનો લાભ લીધો

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે નિ:શુલ્ક નેત્ર નિદાન અને સારવાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના બામલ્લા સ્થિત સેન્ચુરી એન્કા લિમિટેડ કંપની દ્વારા CSR યોજના હેઠળ તથા ઝઘડીયા સેવા રૂરલના સહયોગથી રાજપારડી સ્થિત ડી.પી.શાહ વિદ્યામંદિર ખાતે નિ:શુલ્ક નેત્ર નિદાન અને સારવાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ઓપેરેશનવાળા દર્દીઓના મફત ઓપરેશન તેમજ ચશ્માની જરૂરિયાતવાળા દર્દીઓને નિ:શુલ્ક ચશ્મા તેમજ દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મોટી સંખ્યામાં રાજપારડી તેમજ આસપાસના ગામના જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો.

Latest Stories